હાલના સમયમાં સુરત (surat) શહેરમાં ચોરીના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતના જહાંગીરપુરા પોલીસ (Jahangirpura Police) સ્ટેશન વિસ્તારમાં એકસાથે કેટલીય દુકાનોમાં ચોરી થયાનું સામે આવ્યું છે. જયારે આ ચોરીમાં એક બે નહી પરંતુ છ દુકાનના તાળા તૂટ્યા છે. આ ચોરીના સીસીટીવી(CCTV) ફૂટેજ પણ મળી આવ્યા છે. આ ચોરોની ચોરી કરવાની રીત જોઇને તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, આ તસ્કરો દ્વારા કઈ નવી જ રીતે ચોરી કરવામાં આવી છે. આ ચોરોએ દુકાનની બહાર સુવાનાં બહાને ચોરીને અંજામ આપ્યો છે. જયારે આ ચોરોએ જાગીરપુરા ઇસ્કોન સર્કલ નજીક તેમજ જાહેર રોડ પર આવેલ દુકાનોના તાળા તોડી દુકાનમાં ઘૂસીને ચોરી કરી હતી. આ દરમિયાન શ્રી અન્નપૂર્ણા ટ્રેડર, ડિમ્પલ સ્ટીલ, સાઈ સુપર સ્ટોર, જય માતાજી ઝેરોક્ષ, ભક્તિ પૂજા ભંડાર અને રિદ્ધિ હાડવેર જેવી આ 6 દુકાનને ચોરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ચોરી કરવા આવેલ એક ચોર સીસીટીવી તોડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં લાગેલું ઇગલનું ટેટુ સીસીટીવીમાં કેદ થઇ ગયું છે. આ ચોરીની તમામ ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
વહેલી સવારે દુકાનદારોને ચોરી વિષે માલુમ પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરી હતી. અને માહિતી મળતા જ પોલીસ કાર્યરત થઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ CCTV તપાસી પોલીસ આરોપીની શોધખોળ શરુ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી જાણવા મળ્યું નથી કે, તસ્કરો દુકાનોમાંથી કેટલાનો માલ કે રૂપિયા લઈને ફરાર થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.