કારની ટાંકી ફૂલ કરાવી પૈસા દીધા વગર જ ફરાર થયો શખ્સ- પેટ્રોલ પંપના માલિકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યા

ગુજરાત(Gujarat): જેતપુર(Jetpur)ના જૂનાગઢ(Junagadh) રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર એક લુખ્ખા શખ્સે ઈંધણ પુરાવીને રૂપિયા આપ્યા વગર જ નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પંપ(Petrol pump)ના માલિક કાર સાથે દોડ્યા તો કાર ઉભી રાખવાની જગ્યાએ કારથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આથી પેટ્રોલ પંપના માલિક રસ્તા પર પટકાઇને 10 ફૂટ જેટલા દુર સુધી ઢસડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. પેટ્રોલ પંપના માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેતપુર પોલીસે સીસીટીવીના આધારે આ ઘટનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ:
સીસીટીવીમાં જોવા મળતી વિગત અનુસાર જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામ નજીક ન્યારા પેટ્રોલ પંપ પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ઈંધણ પૂરાવવા માટે આવે છે. કારમાંથી બહાર નીકળ્યા વગર જ આ શખ્સ ઈંધણ પૂરવાનું પેટ્રોલ પંપના કર્મચારીને કહી રહ્યો છે. જેને કારણે પેટ્રોલ પંપના કર્મચારી તેની કારમાં ઈંધણ પૂરી રહ્યો છે. આ સમય દરમિયાન પેટ્રોલ પંપના માલિક કારની આગળ મોબાઇલમાં વાત કરી રહ્યા હોય છે. ત્યાર બાદ પેટ્રોલ પંપના માલિક કારની સામે વાત કરતા કરતા આવી જાય છે. ઈંધણ પૂરાતા જ આ કારમાં બેસેલો શખ્સ રૂપિયા આપ્યા વિના જ કાર લઈને ભાગી જાય છે.

કાર ટર્ન મારતાં પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાયા
આ સમય દરમિયાન કાર ભગાવી મૂકતા શખ્સને કાર સાથે રોકવા પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડતા જોવા મળી રહ્યા છે. પરંતુ ચાલક ટર્ન મારી પેટ્રોલ પંપના માલિકને જોરદાર ટક્કર મારી દે છે અને ત્યાર્બ્દ પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાઇ છે અને 10 ફૂટ જેટલા ઢસડાઇ છે. જેને કારણે પેટ્રોલ પંપના કર્મી પોતાના માલિકને બચાવવા તેની પાછળ દોડી જાય છે. પરંતુ કારની જોરદાર ટક્કર લાગવાને કારણે પેટ્રોલ પંપના માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *