Train Accident News: દેશનાં અલગ અલગ રાજ્યમાંથી છેલ્લા કેટલાક સમયથી ટ્રેન દુર્ઘટનાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરથી આવી છે. અહીં કાનપુરથી લઈને રાજસ્થાનના અજમેર સુધી રેલ્વે ટ્રેક પર ગેસ સિલિન્ડર અને સિમેન્ટના (Train Accident News) બ્લોક મૂકી અકસ્માતનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં આવા 4 કિસ્સા સામે આવ્યા છે . જેમાં ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું હોવાનું જણાય છે. વારંવાર બનતી ઘટનાને લઇને રેલવેને ચિંતામાં મુકાય છે. રેલ્વે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. UPથી લઈને રાજસ્થાન સુધી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસને પણ સક્રિય કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી જ્યારે લોકો પાયલોટે સાવધાની દાખવીને ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. તપાસમાં સામેલ ટીમોને સ્થળ પરથી એલપીજી સિલિન્ડર, પેટ્રોલ ભરેલી બોટલ અને માચીસની સ્ટિક મળી આવી છે. આ સિવાય અન્ય ઘણી સંવેદનશીલ સામગ્રી પણ મળી આવી છે. આવી સ્થિતિમાં આતંકવાદી હુમલાની આશંકા પણ ઘેરી બની છે. મળતી માહિતી અનુસાર આ તોફાની તત્વોનું કામ હોઈ શકે છે, પરંતુ આ બધું તપાસ બાદ જ બહાર આવશે.
ઇમરજન્સી બ્રેક લગાવીને અકસ્માત અટકાવ્યો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. કાલિંદી એક્સપ્રેસ રવિવારે રાત્રે પાટા પરથી ઉતરતા બચાવી લેવામાં આવી હતી, કોઈએ રેલવે ટ્રેક પર LPG સિલિન્ડર ભરેલું મૂકીને ટ્રેન દુર્ઘટનાનું ષડયંત્ર રચ્યું હતું. જ્યારે હાઈસ્પીડ ટ્રેન સિલિન્ડર સાથે અથડાઈ ત્યારે જોરદાર અવાજ આવ્યો, આ જોઈને લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી.
આ મામલે રેલવે અધિકારીઓએ કહ્યું કે, આવી ઘટનાઓ ચિંતાજનક છે અને સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે. કાનપુરમાં રવિવારે સાંજે ગેસ સિલિન્ડર પાટા પર રાખવામાં આવ્યા બાદ પણ કોઈ દુર્ઘટના થઈ શકી નથી. તેનું કારણ એ હતું કે, ડ્રાઈવરે સમયસર ઈમરજન્સી બ્રેક લગાવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મામલે પાકિસ્તાનનું ષડયંત્ર હોય શકે છે.
એક માહિતી અનુસાર તાજેતરમાં જ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે આતંકવાદીઓને મોટા પાયા પર ટ્રેનો ઉથલાવવા અને સપ્લાય ચેઈનને નિશાન બનાવવાની કોશિશ કરવા કહ્યું હતું . જેના કારણે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે જૂનથી અત્યાર સુધીમાં આવા 17 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જોકે આ તમામ કેસમાં આરપીએફએ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App