સુરત(SURAT): 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારાએ ગ્રીષ્માની માતા અને ભાઈનીનજર સામે જ ગ્રિષ્માનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જાહેરમાં બનાવ બનતા તથા હત્યાનો વીડિયો ફરતો થતા માત્ર સુરત અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીએક વખત આવી જ ઘટના બનતા બનતા રહી ગઈ છે.
સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ પોલીસ મથકની હદમાં યુવતીના ગળા ઉપર શેરડી કાપવાના તિક્ષ્ણ કોયતો ફેરવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે યુવતીનો આબાદ બચાવ થયો છે. હાલમાં યુવતીને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કામરેજના ઘલુડીગામે પિયરમાં રિસામણે આવેલી બહેનના ચરિત્ર્ય ઉપર શંકા ગઈ હતી. જેને કારણે સગાભાઈએ શેરડી કાપવાના છરા વડે ગળાના ભાગે ફેરવી દઈને બેનની હત્યાનો પ્રયાસ કર્યો છે. યુવતીના ગળાના ભાગે 3 સેમી ઊંડો ઘા વાગતા તેણીને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાય છે. પોલીસે ભાઇ વિરુધ્ધ વિરુદ્ધ 307 મુજબનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
આવી ઘટના પહેલી વખત નહિ પરંતુ છેલ્લા 15 દિવસમાં 10 હત્યાના બનાવ સામે આવ્યા છે. પહેલાના સમયમાં કહેવાતું સોનાની મુરત એવું સુરત હાલમાં ક્રાઇમ સીટી બની ચુક્યું છે. અત્રે નોંધનીય છે કે, 3 ફેબ્રુઆરીએ પર્વતગામ પાસે ટપોરીઓએ વૃદ્ધને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી. 5 ફેબ્રુઆરીના રોજ અડાજણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના એક કાકાની હત્યા કરવામાં આવી હતી. ૬ ફેબ્રુઆરીના રોજ ના ભાવેશ સોલંકીને ગળેટૂંપો આપી પત્નીએ હત્યા કરી હતી. આજ દિવસે બીજી એક ઘટના રાંદેર ગાયત્રી સર્કલ પાસે સિક્યુરિટી ગાર્ડ રવિ ઉર્ફે બંટી ની પણ હત્યા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, 10 ફેબ્રુઆરીના રોજ પાંડેસરામાં સોમનાથ ગુપ્તાએ વિધવાની હત્યા કરી હતી. 11 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી. 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મમાં વેકરીયાનું જાહેરમાં ચાકુ વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. 13 ફેબ્રુઆરીના રોજ રાંદેર જિલ્લાની બ્રિજ ઉપર જુનેદ પઠાણની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. 14 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં લાકડાના ફટકા મારીને આપાભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.