સુરત(ગુજરાત): તાજેતરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત ઘર્ષણના બનાવો બનતા રહે છે. દંડ ઉઘરાવાને લઈને ઝગડો થવાના બનાવો જોવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો કતારગામમાંથી સામે આવ્યી છે જેમાં ટ્રાફિક પોલીસ અને યુવકની મોટરસાઈકલને ટો કરવા બાબતે માથાકૂટ થઇ હતી. યુવક ટ્રાફિક પોલીસની ટોઇંગ વાન આગળ સૂઈ જતા લોકો એકત્રિત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.
યુવક કતારગામ દરવાજા પાસે હતો. આ દરમિયાન તે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. એટીએમની બહાર મોટરસાયકલ પાર્ક કરેલી જોતા જ ટ્રાફિક જવાનો દ્વારા તેને ક્રેનમાં મૂકવામાં આવી હતી. યુવકે એટીએમમાંથી બહાર આવીને જોયું તો તેની ગાડી ઉચકીને ક્રેનમાં મૂકવામાં આવતી હતી. યુવકે આજીજી કરી કે બે મિનિટ માટે તે એટીએમમાં કરવા માટે ગયો હતો અને તેટલા જ સમયની અંદર ગાડી પાર્ક કરવામાં આવી હતી.
પરંતુ, તેની કોઈ પણ દલીલ ટ્રાફિક પોલીસના જવાનોએ સાંભળી ન હતી. જેને લઈને તેણે હોબાળો મચાવ્યો હતો. આખરે પોલીસ તેની ગાડી લઇ જવાની જીદ કરતા તે ગાડી આગળ જ સૂઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, લોકોની ભીડ એકત્રિત થતા થોડા સમય માટે વાતાવરણ ગંભીર થઈ ગયું હતું. યુવકની રજૂઆત તથા આસપાસના વાહનચાલકો પણ તેની સાથે પોલીસને કામગીરીને લઇને પોતાનો રોષ ઠાલવી રહ્યા હતાં.
તે લોકોએ કહ્યું કે, તમે માત્ર પૈસા ઉઘરાવવા માટે આ રીતે હેરાન કરો છો. ગરીબ માણસો પાસે અત્યારે આર્થિક સ્થિતિ સારી નથી અને માત્ર બે મિનિટ માટે ગાડી પાર્ક કરી હોવા છતાં પણ તમે ખોટી રીતે ગાડી ઉપાડી રહ્યા છો. આ દરમિયાન, અન્ય જગ્યા પર જે મોટું દબાણ થાય છે ત્યાં તમે જોતા પણ નથી. અન્ય વાહન ચાલકોએ કહ્યું કે, તમે આ શબ્દો બોલવાનું બંધ કરો. રસ્તા ઉપર ટ્રાફિક રોકી લેતા ભારે ટ્રાફિક પણ જામ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.