ગુજરાતમાં ભરૂચની રહેવાસી 14 વર્ષીય અનમોલ શાસ્ત્રીએ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં ભાગ લઈ 25 લાખ જીત્યા. અનમલે કહ્યું કે, નાનપણથી જ તેને નવી વસ્તુઓ જોવાની અને જાણવાનનો શોખ છે. તેના માતાપિતા પણ તેના પર આશ્ચર્યચકિત થાય છે. તે હાલમાં 8 માં ધોરણનો વિદ્યાર્થી છે. ભવિષ્યમાં શું થશે તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું- “મારું સ્વપ્ન એસ્ટ્રો સાયન્ટિસ્ટ બનવાનું છે.”
ભરૂચથી છે અનમોલ શાસ્ત્રી
પત્રકારના જણાવ્યા પ્રમાણે, અનમોલ શોમાં હરીફ તરીકે હોટ સીટ પર બેઠો હતો. તેમણે સમગ્ર એપિસોડમાં અમિતાભ બચ્ચન અને પ્રેક્ષકોને તેમના જ્ઞાનથી પ્રભાવિત કર્યા. નોંધપાત્ર આત્મવિશ્વાસ સાથે પ્રશ્નોના જવાબો આપ્યા. જો કે, તે 50 લાખના સવાલનો જવાબ આપી શક્યો નથી.
અનમોલ જે પ્રશ્નનો જવાબ આપી શક્યો ન હતો તે કંઈક એવું હતું – ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા ખેલાડીઓ મોટા ભાગે રન આઉટમાં ભાગ લે છે?
જવાબમાં 4 વિકલ્પો હતા: A – ઇન્ઝમામ-ઉલ-હક, B – રાહુલ દ્રવિડ, C – સચિન તેંડુલકર અને D – સ્ટીવ વો. અનમોલ આ સવાલનો જવાબ આપી શક્યો નહીં. સાચો જવાબ ડી-સ્ટીવ વો હતો.
ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. તેઓએ ત્યાં આર્યસમાજની સ્થાપના કરી હતી. બાદમાં ભારતભરમાં આર્યસમાજ સ્થાપ્યા હતા. ક્રાંતિકારી વિચારો ધરાવતા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા હોવાથી મોરબી જીલ્લો હંમેશા ગર્વ અનુભવે છે. ત્યારે કોન બનેગા કરોડપતિમાં પણ સ્વામી દયાનંદ સરસ્વતી વિશે પ્રશ્નમાં પુછવામાં આવ્યું હતું. કોન બનેગા કરોડપતિમાં ટંકારા અને દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ચમકતા ટંકારાવાસીઓ ગજગજ ગર્વ અનુભવી રહ્યા હતા અને હર્ષની લાગણી છલકાઈ આવી હતી.
ગુજરાતના ટંકારામાં જન્મ લેનાર કઇ હસ્તીએ આર્યસમાજની સ્થાપના કરી અને વૈદિક વિચારધારાને પુનઃ જીવીત કરવાનું કાર્ય કર્યું હતું. તેવો પ્રશ્ન પુછાયો હતો.
જેમાં ઓપ્શન A- ચૈતન્ય મહાપ્રભુ B- દયાનંદ સરસ્વતી C- રાજા રામમોહનરાય D- રામકૃષ્ણ પરમહંસ આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle