દાનવ બની દાદી! દોઢ વર્ષીય પૌત્રને જમીન પર પછાડી-પછાડી આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

ખેડબ્રહ્મા(ગુજરાત): ખેડબ્રહ્મા(Khedbrahma)માં અઠવાડીયા પહેલા પોતાના દોઢ વર્ષના પૌત્ર(Grandson)ને માથામાં તીક્ષ્ણ વસ્તુ વડે માર મારીને જમીન પર પટકાતા મોત નિપજતા દાદી (Grandmother)સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘૃણાસ્પદ વાત એ છે કે, બાળકના પીએમ અને અંતિમ સંસ્કાર બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા. આ દરમિયાન મોટા પૌત્ર અને પાડોશીએ ભાંડો ફોડતા સમગ્ર ઘટના સામે આવી હતી.

મૂળ સિદ્ધપુરના કનેસરાના અને હાલ ખેડબ્રહ્મામાં સ્થાયી થયેલા મુકેશભાઈ ઉદાજી ચતુરજી ઠાકોરના પિતા દસ વર્ષથી ક્યાંક જતા રહ્યા હતા અને તેમની માતા ચંદ્રિકાબેન ઉર્ફે શર્મીબેનએ ખેડબ્રહ્માના વિજયભાઈ રાવલ સાથે બીજા લગ્ન કર્યા હતા. મુકેશભાઈએ છ વર્ષ પહેલા વિણાબેન કોદરવી સાથે વાઘેશ્વરી સાથે લગ્ન કર્યા બાદ તેમને બે સંતાનો થયા હતા અને ત્રણ મહિનાથી વિણાબેન 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને પિયર વાઘેશ્વરી છોડીને જતા રહ્યા હતા. મુકેશભાઇ મજૂરીકામે અવારનવાર રાજસ્થાન જતા હોવાથી બંને બાળકોને તેમની માતા ચંદ્રિકાબેન પાસે મૂકીને જતા હતા.

24-01-22ના રોજ સવારે મુકેશભાઈના બહેને ફોન કરીને જાણ કરી હતી કે, ગઈકાલે રાત્રે 8:30 કલાકે તમારો પુત્ર બીમાર પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું, જેથી મુકેશભાઈ ઉદેપુરથી ખેડબ્રહ્મા સિવિલમાં પહોંચ્યા હતા. જ્યાં મોટા દીકરા ઋત્વિકના મોઢા પર ઉઝરડા જોવા મળ્યા હતા અને નાના પુત્ર શૈલેષને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. મુકેશભાઇની બહેન રેખાએ જણાવ્યું હતું કે, બંને છોકરા સાંજે ઘરની બહાર રમતા હતા અને અંધારું થતાં જમાડીને ખાટલામાં સૂવાડ્યા બાદ રાત્રે આઠેક વાગ્યે શૈલેષના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી અને મોત નીપજ્યું હોવાનું માતા ચંદ્રિકાબેને જણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ થયા બાદ દીકરાની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ઘટના બાદ ચંદ્રીકાબેન તેમના પિયર કાળાખેતરાં જઈ રહ્યા હતા. મુકેશભાઈએ પાડોશમાં રહેતા સીતાબેન કમજીભાઈ પારઘી, જીવતબેન ચેલાભાઈ, તારાબેન અશોકભાઈ વગેરેને પૂછતાં ચંદ્રિકાબેન બંને બાળકોને અવારનવાર માર મારતા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની રાત્રે પણ બંને બાળકોના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી મુકેશભાઈએ તેમના મોટા પુત્રને આ અંગે પૂછતાં દાદીએ માર્યું અને બુશી (શૈલેષ)ને મારી નાખ્યો. પોલીસે મુકેશભાઈ સામે તેમની માતા ચંદ્રિકાબેનને જમીન પર પટકાવા અથવા અન્યથા માથામાં ઈજા પહોંચાડી હોવાનો ગુનો નોંધ્યો છે, કારણ કે પ્રાથમિક પીએમ રિપોર્ટમાં પણ માથામાં ઈજા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતકના પિતા મુકેશભાઈએ પાડોશમાં રહેતા સીતાબેન કમજીભાઈ પારઘી, જીવતબેન ચેલાભાઈ, તારાબેન અશોકભાઈ વગેરેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચંદ્રિકાબેન બંને બાળકોને વારંવાર માર મારતા હતા અને બંને બાળકો રડતા પણ હતા. ખેડબ્રહ્મા પીએસઆઈ પી.પી.જાનીના જણાવ્યા અનુસાર, શૈલેષના ભાઈ ઋત્વિકને શારીરિક ઈજા થઈ હોવાની આશંકા હતી. આજુબાજુમાંથી જવાબો લેતા ચંદ્રીકાબેનને શંકા જતા પીએમ રીપોર્ટ બાદ ચંદ્રીકાબેન ઝડપાઈ ગયા હતા અને તપાસમાંથી મહિલા ભાગી ગઈ હતી અને ગુનો કબુલતા તેની ધરપકડ કરી જેલને હવાલે કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *