હાલમાં રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણે અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. પરિવારના સભ્યએ જ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઇસમે પત્ની અને દીકરીને અવાવરું જગ્યા પર લઇ જઈને તેની હત્યા કરાવી નાંખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે માતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યારાની ધરપડક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ સંજયસિંઘ નામનો યુવક તેની પત્ની અને બે દીકરીની સાથે સમજૂતી કરારથી છેલ્લા 12 વર્ષથી સાથે રહેતો હતો. સંજયની પત્નીનું નામ રજિયા અને એક 13 વર્ષની દીકરીનું નામ સોનિયા હતું. સોનિયા સંજયની સાવકી દીકરી હતી. સંજયને તેની પત્ની સોનિયા સાથે અવાર નવાર નાની-નાની વાતને લઇને ઝઘડા કરતો હતો. આ ઉપરાંત સંજય માટે બંને દીકરીનું ભરણ પોષણ કરવું શક્ય ન હતું. તેથી સંજયે સાવકી દીકરી સોનિયાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પત્ની અને બાળકીથી છૂટકારો મેળવવા માટે સંજય તેની પત્ની રજિયા અને દીકરી સોનિયાને કીડાણા ગામ પાસે એક અવાવરું જગ્યા પર લઈ ગયો હતો. સોનિયાને કાચબા ગમતા હોવાના કારણે સંજય દીકરી અને પત્નીને કાચબા બતાવવાનું કહીને પોતાની બાઈક પર બેસાડીને કિડાણા પાસે આવેલી સીમમાં લઇ ગયો હતો. સીમમાં જઈને સંજયે પત્ની અને દીકરીના માથામાં લાકડાના ઘા માર્યા હતા. તેથી માતા અને દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન લાશને ઠેકાણે પાડવા માટે સંજયે પત્ની અને પુત્રીના મૃતદેહને ગટરમાં ફેંકી દીધા હતા.
માતા અને દીકરીની હત્યા કર્યા પછી સંજય જ્યારે ઘરે ગયો ત્યારે બીજી દીકરીએ માતા અને બહેન ક્યા છે તેમાં પૂછ્યું તો સંજયે તે સંબંધીના ઘરે જ રોકાઈ ગયા છે તેમ જણાવ્યું હતું. પણ દીકરીને પિતાના વર્તન પર શંકા જતા બીજી દીકરી દ્વારા આસપાસના સ્થાનિક લોકોને પોલીસ બોલાવવા માટે કહ્યું હતું. તેથી પોલીસે સંજયના ઘરે પહોંચીને સંજયની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં સંજયે દીકરી અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. પોલીસને રજિયા અને સોનિયાનો મૃતદેહ કાસેઝ પાસેથી મળી આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંજય સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપડક કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle