લીંબાયત પોલીસ ઊંઘતી રહી ને, ગાંધીનગરથી બે ટીમો સુરત આવી ઝડપી પાડ્યું હાઈ પ્રોફાઇલ જુગારધામ

સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ(Crime) વધતા જણાઈ રહ્યા છે. ક્યારેક ડ્રગ્સ(Drugs), તો ક્યારેક સ્પા (Spa)ની આડમાં ચાલતો દેહવ્યાપાર(Prostitution), હત્યા(Murder) વગેરેના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અહીં, સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell)ની બે ટીમો ગાંધીનગર (Gandhinagar)થી સુરત દોડી આવી લિંબાયત નવા નગર (Limbayat new town)માં રત્ન ચોક(Ratna Chowk) પાસે પતરાના શેડમાં ચાલતી જુગાર (Gambling)ની ક્લબ પર દરોડા પાડ્યા હતા. વિજીલન્સના સ્ટાફે ત્યાંથી 26 જુગારીઓને દબોચી પાડયા હતા, જયારે બે સૂત્રધારો વોન્ટેડ છે.

રેડ પાડતાની સાથે જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ જુગારીઓ ભાગી ન જાય તે માટે વિજીલન્સનો સ્ટાફ ખાનગી કપડામાં 3 ગલીઓમાં ગોઠવાઈ ગયો હતો. 26 જુગારીઓ ઉપરાંત 8 બાઇકો તેમજ 3.29 લાખની રોકડ, મોબાઇલ સહિત 5 લાખથી વધુનો મુદામાલ કબજે લીધો હતો. જુગારની ક્લબ પરથી દર અડઘો કલાકે લાખોની રકમ બહાર મોકલી દેવામાં આવતી હતી. જેના કારણે વિજીલન્સની ટીમને 3.29 લાખની રકમ હાથ લાગી હતી. બાકી આ જુગારની ક્લબ પર દરરોજ લાખોનો જુગાર રમાતો હોવાની વાત છે.

મળતી માહિતી અનુસાર, રામવરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મીપ્રસાદ યાદવ અને તેનો ભાગીદાર સન્ની ભાસ્કર પાટીલ દ્વારા આ જુગારની ક્લબ ચલાવવામાં આવતી હતી. જયારે જુગારની ક્લબ પર શકીલ બેસતો હતો. જુગારીઓ માટે ઠંડા પીણાથી લઈ આરામ કરવા માટે ગાદલા સહિતની દરેક સુવિધાઓ ક્લબમાં પૂરી પાડવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, છેલ્લા ઘણા મહિનાથી જુગારની ક્લબ ચાલતી હતી છતાં લિંબાયત પોલીસે કાર્યવાહી કરવામાં રસ ન દાખવતા વિજીલન્સની ટીમે સુરત આવવાની ફરજ પડી હતી. લિંબાયત પોલીસે જુગારના અડ્ડા પર કાર્યવાહી કરવામાં રસ કેમ ન દાખવ્યો તે બાબતે પોલીસ કમિશનર તપાસ કરાવે તો ઘણી બધી પોલ બહાર આવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *