Mahisagar News: અત્યાર સુધી સામાન્ય રીતે શ્વાન કરડવા કે અન્ય પ્રાણીઓ કરડવાનાં કિસ્સા તમે જોયા કે સાંભળ્યા હશે. પણ, બૈરું કરડવાની ઘટના તમે સાંભળી છે ખરી ? મહિસાગરનાં વીરપુરની સરકારી હોસ્પિટલનાં નામે એક કેસ પેપર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કેશ પેપરમાં જે લખ્યું છે તે વાંચીને તમે રમૂજની સાથે વિસ્મય પામી જશો. મહિસાગર(Mahisagar News) જિલ્લાના વિરપુર તાલુકામાં વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિરપુરની સરકારી હોસ્પિટલમાં એક ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે આવ્યો હતો.
તેણે ફરજ પરના ડોક્ટરને ઈજા થવાનું કારણ તેની પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન પેપર પર ઈજાના કારણમાં બૈરુ કરડ્યું હોવાનું લખતાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડોક્ટરે ધનુરનું ઈન્જેક્શન આપી અન્ય દવા કરીને દર્દીને રવાના કર્યા હતાં. આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
બોલાચાલી થતાં પત્નીએ પતિને બચકું ભર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિરપુર તાલુકા મથકે આવેલ સરકારી દવાખાને ઓપીડી સમયે હાજર ડો. મૌલિક પટેલ પાસે વિરપુરના શેખ પરિવાર પચ્ચીસ વર્ષીય પેશન્ટ આવ્યા હતા. જે બાદ ડોક્ટરે શું થયું છે પૂછતા યુવકે પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે દર્દી દ્વારા પૂરી હકીકત જણાવતા પત્ની સાથે સામાન્ય વાતને લઇ બોલાચાલી થતાં ઉગ્ર બનેલી પત્નીએ પતિને હાથની આંગળી પર બચકું ભરી ઘાયલ કર્યા હતા.
પ્રાણી કરડયાના કિસ્સા બન્યા પણ બૈરું કરડ્યુંનો પ્રથમ કિસ્સો
તેની સારવાર માટે યુવક સરકારી દવાખાને આવી હાજર તબીબ મૌલિક પટેલ દ્વારા દર્દીને ધનુરનું ઈન્જેક્શન આપીને જરૂરિયાત પ્રમાણે દવા કરી રવાના કર્યા હતા. પરંતુ જ્યારે કેસ પેપર મા ડો. મૌલિક પટેલ દ્વારા લખાયેલ બૈરું કરડ્યું ના શબ્દો જોતા વિરપુર તાલુકાના સોશિયલ મીડિયા મા વાયરલ થયું અને કૂતરું , બલાડું , વાનર જેવા પ્રાણી કરડયા ના કિસ્સા બન્યા પણ બૈરું કરડ્યું નો પ્રથમ કિસ્સો બન્યો તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી રમુજી ઉપજાવી હતી.આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. હાલ આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.
બૈરું કરડી જતાં ધનુર ન થાય તે માટે ડોક્ટરે દવા લખી આપી!
ચોંકાવનારી બાબત એ છે કે સરકારી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઇજાગ્રસ્ત પતિને તપાસી અલગ અલગ દવા લખી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ કેસ પેપર પર લખેલ માહિતી પરથી લોકો અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે કે પતિને પત્નીએ બચકું ભરી લેતા ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા લખી આપી હતી. હાલ આ મામલો ખૂબ જ ચર્ચામાં છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App