ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana) શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યારે દૂધનો વ્યવસાય(Dairy business) કરનાર યુવકને બાઇકની જરૂર હતી, ત્યારે તેણે બાઇક ખરીદવાનું નક્કી કર્યું. જોકે, મહેસાણાના ત્રણ શોરૂમના સંચાલકોએ 90,000 સિક્કા હોવાથી સિક્કા ગણવાની ના પાડી હતી અને ગ્રાહકને બાઈક આપવાની ના પાડી હતી. બાદમાં ગ્રાહક બેંકમાં 90 હજારના સિક્કા જમા કરાવવા ગયા હતા, પરંતુ બેંકમાં સ્ટાફના અભાવે સિક્કા ગણી શકાય તેમ ન હોવાનું કહી પરત ફર્યા હતા. બાદમાં રાધનપુર(Radhanpur) રોડ પર બાઇકના શોરૂમ(Show-room)માં બાઈક લેવા અંગેની જાણ કરતા મેનેજરે સિક્કા સ્વીકારવાની હા પાડી હતી.
જેને કારણે બાદમાં ગ્રાહક દ્વારા કોથળા ભરી ભરીને સિક્કા શો રૂમમાં લાવી ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જ્યાં શો રૂમમાં મોટા ભાગનો સ્ટાફ સવારથી સાંજ સુધી સિક્કા ગણવામાં જ બેઠો હતો. જોકે, શો રૂમના સંચાલકો દ્વારા ગ્રાહકના 90 હજારના સિક્કા ગણ્યા બાદ તેણે બાઈક આપવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર મામલો મહેસાણા પંથકમાં એક ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
શો રૂમના મેનેજર સુનિલ ઓઝાએ જણાવતા કહ્યું હતું કે, અમારા શો રૂમમાં એક ગ્રાહક બાઈક લેવા માટે આવ્યા હતા. જે દૂધનો વ્યવસાય કરી રહ્યા હતા. જેથી ગ્રાહકે બાઈક લેવાની વાત કરતા અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે, તમારે કેવી રીતે લેવું છે? રોકડામાં લેવું છે કે ચેક દ્વારા લેવું છે? તો ગ્રાહકે રોકડામાં લેવાની વાત કરી અને મારી જોડે 90 હજારના સિક્કા છે તેવું ગ્રાહકે કહ્યું હતું. જેથી અમે સિક્કા લેવાનું કહીને સિક્કા સ્વિકારવા માટે તૈયાર થયા હતા.
ગ્રાહક બે ત્રણ શો રૂમમાં ફરીને આવ્યા પણ કોઈ શો રૂમમાં હકારાત્મક જવાબ મળ્યો ન હતો. બાદમાં સિક્કા લાવ્યા હતા. સવારથી બપોર સુધી સિક્કા ગણવામાં સમય લાગવાને કારણે મોટા ભાગના સ્ટાફને સિક્કા ગણવા માટે રોકવો પડ્યો હતો. જોકે, ગ્રાહકને જે બાઈક લેવું હતું તે તેને આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.