મોરબીમાં ભગવાન જગન્નાથજીની નહી પણ મચ્છુ માતાજીની નીકળે છે ભવ્ય રથયાત્રા; ખૂબ ડરામણી છે મચ્છુ માતાની કથા

Machhu Mataji Rath Yatra in Morbi: ગઈકાલે મોરબીમાં મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો સહિતના વિવિધ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા. મચ્છુ માતાજીના કાંઠે પહોંચીને રથયાત્રા પૂર્ણ કરાઈ હતી. તો આ પ્રસંગે મચ્છુ માતાજીના(Machhu Mataji Rath Yatra in Morbi) મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ, ડાક ડમરૂ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન
આજે અષાઢી બીજના પાવન પર્વે જયારે વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે મોરબીમાં પણ વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે આજે મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. આજે મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં માલધારી સમાજ સહિતના શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક જોડાયા હતા. માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા શરુ થઇ હતી. જે શહેરના પરા બજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફરીને દરબાર ગઢ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

મચ્છુ માતાજીના મંદિરે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી
સમગ્ર રથયાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઠેર ઠેર શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ થયા બાદ મચ્છુ માતાજીના મંદિરે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. પોલીસે સમગ્ર રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

રાસ-ગરબા અને હુડા રાસની રમઝટ બોલાવી
મચ્છુ માતાજીની રથયાત્રામાં અનેક જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ રાસ-ગરબા અને હુડા રાસની રમઝટ બોલાવી હતી.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રથયાત્રાનું કર્યું સ્વાગત
મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. મચ્છુ માતાજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. સમગ્ર રથયાત્રાના માર્ગ પર વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ હતી. તો આ સાથે મોરબીમાં ભગવાન જગન્નાથની પણ રથયાત્રા યોજાઈ હતી.