વાડીએ આટો મારવા ગયેલા બે બાળકો પર પડી મોતરૂપી વીજળી, બંનેના ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોત 

જસદણ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાં વરસાદે ભારે જોર પકડ્યું છે. ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતા બે બાળકોના મોત નીપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આજે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં સુનિલ દાવરા અને તેની સાથે અરૂણ થાઈરીયાની પર વિજળી પડતાં બંનેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, નવાગામમાં વાડી વિસ્તારમાં રહેતા મૃતક સુનિલ દાવરા અને અરૂણ થાઈરીયા આજે બપોરે વરસાદ ચાલુ હતો ત્યારે એક વાડીએથી બીજી વાડીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના પર વિજળી પડતા ઘટનાસ્થળે જ બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ 108ને થતા 108ના પાયલોટ બીપીન ભટ્ટ અને EMT સુધીર પરવાડીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બંને મૃતદેહોને જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આજથી બે દિવસ પહેલા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ, કોઈ જાનહાની થઈ ન હતી.

આ ઉપરાંત, આજથી એક વર્ષ પહેલા આ જ રીતે ઉના પંથકમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વીજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. ઉનાના સેંજલીયા ગામે વીજળી પડતાં 2 માછીમારોનાં મોત થયા હતા. જ્યારે 1 માછીમાર લાપત્તા છે. મળતી માહિતી મુજબ, સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. ત્યારે વીજળી પડતાં 45 વર્ષીય જાદવભાઈ ચનાભાઈ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઈ વાઘાભાઈ પરમારનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *