તંત્રની બેદરકારીને કારણે ગુજરાતનું આ આખું ગામ બન્યું સ્મશાન- જાણો સમગ્ર બનાવ

કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ એટલી વકરી છે કે, શહેરની સાથે ગામડાઓમાં પણ સંક્ર્માનમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક આરોગ્યપ્રદ સુવિધાનો અભાવ અને પ્રણાલિકા ‘હોતા હૈ, ચલતા…

કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ એટલી વકરી છે કે, શહેરની સાથે ગામડાઓમાં પણ સંક્ર્માનમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક આરોગ્યપ્રદ સુવિધાનો અભાવ અને પ્રણાલિકા ‘હોતા હૈ, ચલતા હૈ…’ જે બેદરકારીનો સંપર્ક કરે છે તે પણ જવાબદાર છે. આ વાર્તાનું તાજેતરનું ઉદાહરણ અમદાવાદ કિલોમીટરના અંતરે બાળા ચલોડા ગામ.

દર્દી કોરોના પોઝિટિવ હોવા છતાં તેનો કોવિડ રીપોર્ટ નેગેટિવ જાહેર કરવાની આરોગ્ય વિભાગની બેદરકારીથી ચલોડા ગામમાં કોરોનાના કેસ એક સાથે વધીને 500ની પાર ગયા હતા અને 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ચલોડામાં એવી પણ સ્થિતિ સર્જાઈ હતી કે, ગામમાં મૃત્યુ થાય તો સ્મશાન સુધી લઈ જવા પણ ગામના લોકો તૈયાર ન હતા.

એક બાજુ સરકાર દ્વારા ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે બીજી બાજુ રાજ્યના અનેક ગામમાં કોરોનાથી સ્થિતિ અત્યંત ભયાવહ છે. આશરે 10 હજારની વસ્તી ધરાવતા ચિલોડા ગામમાં કોરોનાએ એપ્રિલમાં રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન ચિલોડા ગામમાં જે 60થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં વિજય પરમારનો પણ સમાવેશ થાય છે.

મૃતકના પરિવારજનોનો દાવો છે કે, વિજય પરમારમાં કોરોનાના લક્ષણ જણાતાં તેમનો સરકારી લેબમાં RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેમને કોરોનાના લક્ષણો હોવા છતાં કોઈ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ પ્રાઈવેટ લેબમાં રીપોર્ટ કરાવતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાં સુધીમાં તો હોસ્પીટલમાં દાખલ કરવામાં મોડું થઈ ગયું હતું.

ગ્રામવાસીઓએ જણાવ્યું કે, પ્રાઇવેટ લેબમાંથી દરરોજ અમારા 50-60 સેમ્પલ લઈ જવામાં આવતા હતા. તેમાંથી અડધા પોઝીટીવ આવતા હતા. બે અઠવાડિયા પહેલા પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે, ગામના 60 લોકોના અવસાન થયા હતા જેમાંથી ફક્ત એક જ દિવસમાં 12 લોકોના મૃત્યુ થયાનું પણ સામે આવ્યું હતું. પરિસ્થિતિ એવી ખરાબ થઈ હતી કે, કોઇનું અવસાન થાય તો સ્મશાન જવા પણ લોકો માંડ તૈયાર થઇ રહ્યા હતા.

ગામના લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે ગામના આરોગ્ય કેન્દ્રમાં જતા હતા. પરંતુ ત્યાં જે પણ ટેસ્ટ કરાવે તેને નેગેટીવ બતાવવામાં આવતા હતા. ત્યારબાદ તેઓ સંક્રમિત હોવા છતાં આખા ગામમાં ફરતા હતા. જેને કારણે કેસમાં દિવસેને દિવસે સતત વધારો નોંધવા લાગ્યો. આ દરમિયાન જો તબિયતમાં સુધાર ન આવે તો તેઓ પ્રાઇવેટમાં ટેસ્ટ કરવવા જતા જ્યાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતો હતો. આને કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થાઈ હતી. આ દરમિયાન ખનાગી ક્લિનિકની બહાર 70-80 દર્દીઓની લાઇન લગાવીને ઉભા રહેતા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે પણ રીપોર્ટ કરાવે તે નેગેટીવ બતાવવાણી આ બેદરકારીથી પરિસ્થિતિ ગંભીર બની હતી. ચલોડા ગામના સુરેશ પટેલે જણાવ્યું કે, ‘એપ્રિલમાં સ્થિતિ ગંભીર હતી પરંતુ હવે નિયંત્રણમાં છે. અમે હવે ગામમાં આઇસોલશન વોર્ડ પણ બનાવ્યો છે. લાયન્સ ક્લબ-શાહીબાગ ઉપરાંત વિદેશમાં રહેતા એનઆરઆઇ દ્વારા ઓક્સિજન સહિતની મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન માટે આપવામાં આવેલા મશિનથી દર્દીને 3 કલાક સુધી ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા છે.’

હવે કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવા માટે આ ગામ દ્વારા ‘આત્મનિર્ભર’ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા એવો નિયમ લેવામાં આવ્યો છે કે, બપોરે 12 વાગ્યા બાદ નાની-મોટી દુકાન જ નહિ પરંતુ પાનનો ગલ્લો કે ચાની કિટલી પણ ખોલવામાં નહી આવે. આ દરમિયાન જે પણ દુકાન-ગલ્લો-કિટલી ખુલ્લી રાખશે તેને રૂપિયા 5 હજારનો દંડ ભરવાનો રહેશે. જાણવા મળ્યું છે કે, આ કડક લોકડાઉન બાદ ગામમાં કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો  હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *