‘મથુરામાં ખેલ ખેલી આવ્યાં…’ નવરાત્રીમાં હવે ભૂરિયાઓ પણ ઝૂમી ઉઠ્યાં ગરબાનાં તાલે, જુઓ વિડીયો

Navratri in foreigne: નવરાત્રીમાં ગરબા માટે ગુજરાતીઓ થનગનતા હોય છે. જેમાં ગુજરાત અને ભારતભરમાં તો નવ દિવસ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમજ જે ભારતીયો અને ગુજરાતીઓ વિદેશમાં રહે છે, તે લોકો પણ તે દેશમાં નવરાત્રીની ઉજવણી (Navratri in foreigne) કરતા હોય છે અને મજાથી ગરબે ઝૂમતા હોય છે.ત્યારે જર્મનીમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા બર્લિન ખાતે વિદેશીઓ પણ ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા. વિદેશીઓ ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા.

વિદેશી ભુરીયાએ મન મોહ્યું
નવરાત્રી દરમિયાન જર્મનીમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા બર્લિન ખાતે વિદેશીઓ પણ ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા.અહીં વિદેશી ભૂરિયાઓ પણ ગરબાના તાલે ઘુમતા જોવા મળ્યા હતા. તેમજ સરસ માજન અવનવા સ્ટેપ્સ કરીને આ વિદેશી ભુરીયાએ લોકોનું મન મોહી લીધું હતું.

ગરબાના સુર સાથે વિદેશી
મોટાભાગના દેશોમાં ગરબા રમનારાઓ પરંપરાગત ગરબા ગીત પસંદ કરે છે, જે કલાકારો માટે વિદેશી પર્ફોર્મન્સને વધુ ઉત્સાહિત બનાવે છે. અહીંયા લોકો પરંપરાગત ગરબા ગીતની માગ કરે છે, કારણ કે તેઓ તેને મિસ કરે છે.

વિદેશી પર્યટકોને ગરબે ઘૂમતા જોઈ હાજર લોકોમાં પણ એક રમૂજભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું.તેમજ વિદેશીઓને ગરબે રમતા જોઈને ગુજરાતીઓને પણ એક ગર્વની લાગણી ઉભરી આવી હતી.