CR Patil v/s Mumtaz Patel: લોકસભા ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક(25) પર ભાજપે પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સામે કૉંગ્રેસ હજૂ ઉમેદવાર નક્કી કરી શકી નથી. સી. આર. પાટીલ વિરુદ્ધ કયો કૉંગ્રેસી ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ સમયે કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. એહમદ પટેલની દીકરી મુમતાજ પટેલની(CR Patil v/s Mumtaz Patel) નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠી રહી છે.
સી.આર. પાટીલ સામે કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે
ભરૂચથી ચૈતર વસાવાને ટિકિટ આપવાથી મુમતાઝ પટેલ નારાજ હતા. જેમાં હવે નવસારી લોકસભા બેઠક પર કોંગ્રસમાંથી મુમતાઝ પટેલ ચૂંટણી લડી શકે છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બનાવાતા મુમતાઝ પટેલ નારાજ હતા. જાકે કોંગ્રેસ હાઈકમાન્ડે હજી સુધી કોઈ સત્તા વાર જાહેરાત કરી નથી. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે.
આડકતરા સંકેત
મુમતાજ પટેલ નવસારી લોકસભાની ચૂંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. આ મુદ્દે નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આડકતરા સંકેત આપ્યો છે. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, મુમતાજ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે. અહીંથી ચૂંટણી લડવી તેના વિશે તેમણે વિચારવાનું છે. આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસ નવસારીથી ચૂંટણી લડે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો મુમતાજ પટેલને ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભે મીલાવીને અમે સી.આર.પાટીલ વિરુદ્ધ મજબૂતીથી લડીશું.
શૈલેષ પટેલનું નામ પણ ચર્ચામાં
નવસારી લોકસભા બેઠક પર કૉંગ્રેસ તરફથી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ ચૂંટણી જંગમાં ઉતરી શકે તેવી ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે. આ મુદ્દે શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી જે આદેશ આપે એને માન્ય રાખીશું, પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવા અમે ખભેથી ખભા મીલાવી લડીશું.
આ બેઠક ભાજપનો ગઢ
મુમતાઝ પટેલ જો નવસારી બેઠક પર ચૂંટણી લડે તો આ જંગ ભારે રસપ્રદ બની શકે છે. સી.આર.પાટીલ આ બેઠક પર જંગી લીડથી જીતતા આવ્યા છે અને આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે ત્યારે કોંગ્રેસ જો મુમતાઝ પટેલને ટિકીટ આપશે તો જંગ રસપ્રદ બની રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App