Navasari News: નવસારીમાં ખેરગામ પોલીસે બાતમીને આધારે આર્ટિફિશિયલ પગમાં ગાંજાની પડીકી રાખી નશાનો વેપલો કરતા દિવ્યાંગ યુવક સાથે ગાંજો(Navasari News) આપવા આવેલા તેના મિત્રને 5,000થી વધુના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો. સમગ્ર પ્રકરણમાં પોલીસે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો હતો.
બાતમીના આધારે આરોપી ઝડપાયા
જિલ્લામાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સતર્ક થઇ છે. ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે, ખેરગામના પારસીવાડમાં જનતા સ્કૂલ પાસે રહેતો વિપ્રેશ ઉર્ફે ચકો જીગ્નેશ મોર્ય ગાંજાનો વેપલો કરે છે અને ચકાનો મિત્ર તથા વલસાડના અટગામ અતુલ ફળિયામાં રહેતો વાસુદેવ જોશી ગાંજો લઇને ચકાને આપવા પારસીવાડ આવનાર છે. જે બાતમીને આધારે પોલીસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન વાસુદેવ પોતાની બાઇક પર 5050 રૂપિયાનો 505 ગ્રામ ગાંજાનો જથ્થો લઇને ચકાને આપવા જતા પોલીસે બંને મિત્રોને રંગે હાથ પકડી પાડ્યા હતા.
શોર્ટકટમાં પૈસા કમાવા ગાંજાનું વેચાણ
ખેરગામ પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસને વેગ આપ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિપ્રેશ ઉર્ફે ચકો પગે દિવ્યાંગ હોવાથી તેનો ફાયદો ઉઠાવી છેલ્લા ઘણા સમયથી શોર્ટકટમાં પૈસા કમાવા માટે તેના આર્ટિફિશિયલ પગમાં ગાંજાની નાની 100 રૂપિયાની પડીકીઓ બનાવી સંતાડી રાખતો અને ખેરગામની જનતા હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો હતો. જેનો મિત્ર વાસુદેવ જોશી, તાપીની મહિલા પાસેથી ગાંજો લાવીને આપતો હતો.
મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ
પોલીસે વિપ્રેશ ઉર્ફે ચકો મોર્ય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી, ઘટના સ્થળેથી ગાંજા સાથે 45 હજાર રૂપિયાની બાઇક અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 50,550 રૂપયાનો મુદ્દામાલ કબ્જે કરી ખેરગામ પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. જયારે બંને મિત્રોને ગાંજાનો જથ્થો પહોંચાડનારી તાપીના વ્યારાની મહિલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.
રેલવેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા
આરોપી વાસુદેવ જોશી ધોરણ 12 પાસ થયા બાદ અકસ્માતે રેલવેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. થોડો સમય તેણે કોઈ જગ્યાએ કામ કરી જીવન વ્યતીત કર્યું હતું, પરંતુ વધુ પૈસા મેળવવાની લાલચ અને દેવું થઈ જતા શોર્ટકટમાં રૂપિયા કમાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. દિવ્યાંગે તેના કપાયેલા પગના સ્થાને આર્ટિફિશિયલ પગ લગાવી તેમાં ગાંજો ભરી વેપલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં પગમાં ગાંજાના જથ્થા સાથે ચાલવામાં તકલીફ પડતી હતી પરંતુ આર્થિક લાભ થતા તેણે તકલીફ પણ સહન કરી અને ગાંજાનો વેપલો શરૂ રાખ્યો હતો.
હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો
ખેરગામ પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસને વેગ આપ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિપ્રેશ ઉર્ફે ચકો પગે દિવ્યાંગ હોવાથી, તેના આર્ટીફીશ્યલ પગમાં ગાંજાની નાની 100 રૂપિયાની પડીકીઓ બનાવી સંતાડી રાખતો અને ખેરગામની જનતા હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો હતો. જેને મિત્ર વાસુદેવ જોશી, તાપીની મહિલા પાસેથી ગાંજો લાવીને આપતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube