10 જણાની ગેંગે અધધધ… આટલા લાખની મચાવી લુંટ, લુંટેરુએ એવો કીમ્યો અપનાવ્યો કે, ગોતવામાં પોલીસ પણ ગોટે ચડી

આણંદ(ગુજરાત): આજકાલ લુંટ અને ચોરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. તસ્કરોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ લુંટ મચાવે છે. ત્યારે તારાપુર રોડ પર ગયા સોમવારે મધરાત્રે બનેલી રૂપિયા 59.84 લાખની લૂંટ પ્રકરણમાં સોજિત્રા પોલીસ દ્વારા લૂંટમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય સુત્રધારને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર બનાવમાં હજુ સાત આરોપીઓ વોન્ટેડ છે. પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણ ઈસમ પાસેથી રૂપિયા 12.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આણંદ-તારાપુર રોડ પર ગયા સોમવારે રાત્રે દોઢ કલાકે સુરતની આર. મહેન્દ્ર નામની આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી તથા દંડા મારી, ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાંખી રૂપિયા 59.84 લાખના સોના તથા હીરાના પડીકાના લૂંટ આચરી હતી. આ બનાવ અંગે સોજિત્રા પોલીસ દ્વારા દસથી વધુ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેક્નીકલ સોર્સ અને બાતમીદારો દ્વારા ગુનામાં બે કાર, એક આઈ ટવેન્ટી અને ઈકો કાર વપરાઈ હોવાની પોલીસને જાણકારી મળી હતી.

આ દરમિયાન કારના નંબરના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ગુનામાં વપરાયેલી ઈકો કારની માલિકી પાટણના ચાણસ્મા તાલુકાના ખારી ધારીયલ ગામના અતુલજી ગાંડાજી ઠાકોરની માલિકીનું હોવાનું ખૂલ્યું હતું. જેમાં ડ્રાઈવર તરીકે કપુરજી ગાંડાજી ઠાકોર કામ કરતો હોવાનું ખૂલતાં જ પોલીસે તેની અટકાયત કરી હતી. આ દરમિયાન, તેની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો.

ત્યારે પોલીસ સમક્ષ કબુલાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પેઢીમાં અગાઉ કામ કરતા નિકુલસિંહ રામસંગ સોલંકીએ ટીપ આપી હતી અને તેણે તેમજ પ્રકાશ રાવળ અને ચેતન ગઢવીએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આ ઉપરાંત, તેની સાથે અન્ય બીજા આઠ શખ્સો પણ હતાં. જેને પગલે પોલીસ દ્વારા પ્લાન ઘડનારા કપુરજી, ઉપરાંત ટીપ આપનારો નિકુલસિંહ અને ગુનામાં સંડોવાયેલા વિક્રમજી ભવાનજી ઠાકોરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર
1. દર્શન ઉર્ફે ડીકે આશારામ રબારી (રહે. બહુચરાજી, મહેસાણા)
2. પ્રકાશ ઉર્ફે ભુદર પરબત રાવળ (રહે. ચાણસ્મા, પાટણ)
3. ચેતન ઉર્ફે લાલો આવડદાન ગઢવી (રહે. બહુચરાજી, મહેસાણા)
4. સિકંદર નાગોરી (રહે. બહુચરાજી, મહેસાણા)
5. હારૂનખાન ઉર્ફે બક્સો નાગોરી (રહે. બહુચરાજી, મહેસાણા)
6. વિનાજી લીલાજી ઠાકોર (રહે. ચાણસ્મા, પાટણ)
7. અફઝલ ઉર્ફે અજો નાગોરી (રહે. બહુચરાજી, મહેસાણા)

જાણવા મળ્યું છે કે, સમગ્ર ગુનાનો મુખ્ય સુત્રધાર નિકુલસિંહ સોલંકી છે. તે અગાઉ મુંબઈ ખાતેની અરવિંદ કાંતિ નામની આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. સમગ્ર મેનેજમેન્ટ તે કરતો હોવાથી તેને આંગડિયા પેઢીમાં કામ કેવી રીતે કરાતું હોય છે તેની જાણકારી હતી. પીએસઆઈ અશોક પરમારે જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનામાં તેની નોકરી છૂટી જતાં તે ઓછા પગારમાં સુરતની આ આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. એ સમયે તેને નાણાંની તંગી રહેતી હતી. જેથી તેણે છ માસ પહેલાં જ નોકરી છોડી દીધી હતી અને પુન: મુંબઈની અરવિંદ કાંતિ પેઢીમાં નોકરીએ લાગી ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે તેને જાણકારી હતી કે, સુરતથી સૌરાષ્ટ્ર માલ લઈ જવામાં આવતો હતો અને તે મોટી માત્રામાં હોય છે. જેને પગલે તે જ્યારે દિવાળીમાં ગયો ત્યારે કપુરજી સહિત અન્ય મિત્રો સાથે ટીપ આપીને પ્લાન ઘડ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, સમગ્ર ઘટનામાં તે હાજર નહોતો અને પોતાનું નામ ક્યાંય ન આવે તે માટે તે વોટ્સએપ કોલિંગ કરીને જ તમામના સંપર્કમાં રહેતો હતો.

પકડાયેલા શખ્સો દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે, શખ્સો લૂંટના સમયે મહેસાણા ભેગા થયા હતા અને એ પછી સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. જોકે, તેમણે સમગ્ર રૂટની બે વાર તથા સુરત ખાતેની પેઢીની ઓફિસની પણ રેકી કરી હતી. સમગ્ર ગુનાને અંજામ આપવા દિવાળીથી જ પ્લાન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ગઈ જૂનમાં તેમણે લૂંટ કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ, રોડ પર વાહનોની અવર-જવર વધુ હોવાથી સમગ્ર પ્લાન નિષ્ફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *