ગુજરાતમાં કળયુગ ચરમસીમાએ: ભાઈએ જ બહેન સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો- ગર્ભવતી થતા…

આજકાલ દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે. હવે તો જાણે પરિવારના લોકો પર પણ વિશ્વાસ કરાતો નથી. આ દરમીયાન ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ત્યાં ડોક્ટર દ્વારા ચેક કરાતાં તે પાંચ માસની સગર્ભા હોવાનું જાણવા મળ્યું હતું જેથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેના પિતરાઈ ભાઈ દ્વારા જ તેના પર અનેક વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ અંગે સગીરાની માતા દ્વારા આજીડેમ પોલીસ મથકમાં આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, મારી સગીર વયની દીકરી જે ધો.12માં અભ્યાસ કરે છે. તે પોતાના ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતી હતી જે વાતની જાણ ભૌતિક જેઠવાને થતાં તેણે મારી પુત્રીનો ફોન લઇ એમાંથી વાતચીતનો સ્ક્રીનશોટ પાડી પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો.

આ ઉપરાંત વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ભૌતિકે સગીરાને ધમકી આપી હતી કે, હું તને જેમ કહું એમ નહિ કરે તો પોતાના મોબાઇલમાં રહેલા સ્ક્રીનશોટ પિતાને બતાવી દઇશ અને તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ. આ ઉપરાંત એકવાર સગીરાને બળજબરીથી મવડી ચોકડીએ આવેલી પોતાની ફાઇનાન્સની ઓફિસમાં લઇ જઇ ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. આમ છ માસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી.

હાલ મહિલાની ફરિયાદને આધારે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને ધમકી સહિત IPCની કલમ 363, 366, 376 (2) (N), 506(2), પોકસો એકટ 5 (J)(2) અને 6 મુજબ ગુનો નોંધી PI વી.જે.ચાવડા અને રાઇટર જાવેદભાઇ રિઝવી દ્વારા આરોપી ભૌતિક ઉર્ફે રવિ પ્રવીણભાઇ જેઠવાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *