ગુજરાત(Gujarat): રાજ્યનાં કૃષિ મંત્રી(Minister of Agriculture) અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ(Raghavji Patel) આજે રાજકોટ(Rajkot)ની મુલાકાતે પહોચ્યા છે. અહીંય રાઘવજી પટેલે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી અને સાથે અન્ય કેટલીક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, અગાઉ ખેડૂતોને રૂપિયા 15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % જેટલી સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ હવે તેમાં વધારો કરી ખેડૂતોને રૂપિયા 15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે એટલે કે ઓછામાં ઓછી રૂપિયા6 હજાર જેટલી સહાય ખેડૂતોને મળવા પાત્ર થશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના આપવામાં આવી છે તેવું પણ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જો ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઈલ લેવા જાય તો તેને માત્ર રૂપિયા 1000ની સહાય મળવા પાત્ર છે. જયારે 20,000થી વધુની રકમનો મોબાઈલ ખરીદવામાં આવે, ત્યારે તેમને વધુમાં વધુ રૂપિયા 1500 જેટલી સહાય મળે છે. સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને જે સહાય આપવામાં આવી રહી છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઈલ ફોન વિક્રેતા આપી રહ્યા છે.
ખેડૂતને આ સહાય મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, 7/12/8નો દાખલો, સ્માર્ટ મોબાઈલનું જીએસટીવાળું બિલ જેવા થોકડોબંધ દસ્તાવેજો આપવા પડી રહ્યા છે અને 2 મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના એકાઉન્ટમાં જમા થઇ રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્યના માત્ર 290 જેટલા જ ખેડૂતો દ્વારા જ મોબાઈલ ફોન માટે અરજી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.