ભારતીય સેનામાં સેવારત રહેલા પરિવારના જામનગરના સામાજિક અગ્રણી જોડાયા આપમાં

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)નું પ્રભુત્વ દિવસે-દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. ગુજરાતના લોકો જે ગુજરાતનું વર્તમાન અને ભવિષ્ય સુધારવા માંગે છે, ગુજરાતને આગળ વધારવા માંગે છે…

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)નું પ્રભુત્વ દિવસે-દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. ગુજરાતના લોકો જે ગુજરાતનું વર્તમાન અને ભવિષ્ય સુધારવા માંગે છે, ગુજરાતને આગળ વધારવા માંગે છે તે બધા આમ આદમી પાર્ટીના કામ થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

પરિવર્તન ના નામે ગુજરાતનું સુંદર ભવિષ્ય લખવા જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી(Vishalbhai Tyagi) આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) દ્વારા ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના પિતા રાજબલ ત્યાગી અને તેમના સમર્થકો ઈશાકભાઈ કાત્યાર, દોદાની હાજી શેરમામદ, હિતેષભાઇ જાદવ, જીવરાજભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ ગોહિલ, દિનેશભાઇ સોલંકી, મહેન્દ્રભાઈ જોશી, આવેશભાઈ રફાઈ, યતિમભાઇ ચૌધરી, યાસીમભાઇ આફ્રિદી તથા બીજા ઘણા અન્ય સમર્થકો સાથે ગુજરાતમાં જનકલ્યાણ હેતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સમાજ સેવકો સાથે જોડાઈને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે અને જનતાની દરેક સમસ્યા જાણી તેનો ઉકેલ લાવી શકશે.

જનકલ્યાણ માટે કામ કરતા સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી એ હંમેશા લોકોના હિત માટે અવાઝ ઉઠાવ્યો છે. તેમને ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન સાથે કિસાન આંદોલન તથા પેંશન માટેના આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જેની આમ આદમી પાર્ટી સરાહના કરે છે. વિશાલભાઈ ત્યાગી એકલા જ નહિ પરંતુ તેમનું સંપૂર્ણ પરિવાર સમાજ અને દેશ સેવા માટે કાર્યરત રહ્યું છે. તેમની સાથે જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તેમના પિતા રાજબલ ત્યાગી ભૂતપૂર્વ ભારતીય વાયુસેનામાં કારગિલ યુદ્ધ ના યોદ્ધા રહી ચુક્યા છે. તેની સાથે જ તેમના દાદાજી ધર્મવીર ત્યાગી અને ભુલન ત્યાગી ભૂતપૂર્વ ભારતીય સૈનિક રૂપે 1971ના યુદ્ધમાં યોદ્ધાનો ભાગ ભજવી ચુક્યા છે. આમ આદમી પાર્ટી આ બધા જ સમાજ સેવકો, દેશ ભક્તોને અને તેમના સમર્થકોને ખુબ જ દિલ થી આવકારે છે.

જેમ આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જનહીત ના કાર્યો કર્યા છે, એમ આવા લોકહીતનું કાર્ય કરતા સમાજ સેવકો સાથે જોડાઈને ગુજરાત માં પણ કરશે. આમ આદમી પાર્ટી આજે ઈમાનદાર લોકોની પહેલી પસંદ બની ગઈ છે એટલે હવે ગુજરાતમાં પરિવર્તન દૂર નથી.

હાલ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફ્રિ વીજળી આંદોલન ચાલી રહ્યું છે. જેને લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય ઘણા સંગઠનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિલ્હી જેવી સુખ-સુવિધા દરેક નાગરિકનો હક છે. આ વાત હવે ગુજરાત ની જનતા પણ સમજી ગઈ છે એટલે આવનારી ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટી ને મત આપી ગુજરાત માં બદલાવનું પહેલું પગલું ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *