પાણીના પાઉચમાં દેશી દારૂ ભરેલી સેંકડો પોટલીઓ મળી આવતા રાજકોટ પોલીસમાં મચ્યો હડકંપ- બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે…

આજકાલ બુટલેગરો દ્વારા દારુનું વેચાણ અને હેરાફેરી કરવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. પોલીસ પકડથી બચવા માટે બૂટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. આ દરમિયાન રાજકોટમાં લાલપરી મફતીયાપરામાં પાણીના પાઉચની આડમાં દારુ વેંચતો હોવાની બાતમીના આધારે આજે શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા દેશી દારૂના ધંધાર્થીનો એક નુસ્ખો ઉઘાડો પાડવામાં આવ્યો છે. જે દેશી દારૂના એવા પાઉચ બનાવતો હતો જે પહેલી નજરે જોતાં પાણીના પાઉચ દેખાય. તેના ઉપર માર્કો પણ રોયલ વોટરનો હોય પણ હકિકતમાં આ દેશી દારૂનું પાઉચ હોય છે.

મળતી માહિતી મુજબ, લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડીંગ અને શુલભ શૌચાલયની વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી બાદમાં પ્લાસ્ટીકની પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવીને વેંચતો હોવાની બાતમી DCBના જયુભા એમ.પરમાર અને પ્રતાપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો અને રાજેશ ત્યાંથી ભાગી ગયો હતો.

પરંતુ, ઘરમાંથી 3900 રૂપિયાનો 195 લિટર દારૂ, પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ, તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેક્ટ્રિક મશીનો અને 3000ના મળી કુલ 6900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, નાસી ગયેલા આરોપી રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ FIR નોંધી તેને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *