રાજકોટમાં ઘટ્યો વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ: પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને માર્યા છરીના પાંચ ઘા

Rajkot Crime News: રાજકોટમાં પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને (Rajkot Crime News) બીજા યુવક સાથે સગાઈ થયા બાદ ચારથી વધુ વાર છરીના ઘા મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એવું બહાર આવ્યું છે કે પ્રેમીએ આ કૃત્ય એટલા માટે કર્યું કારણ કે તે તેની પ્રેમિકાની સગાઈથી ગુસ્સે હતો. ભક્તિનગર પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પાંચ વર્ષથી પ્રેમ સબંધમાં હતી યુવતી
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, યુવતી ચાર બહેનો અને એક ભાઈમાં ચોથા નંબરે છે. ભારતી પરિણીત હતી. લગભગ પાંચ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થયા હતા. તે હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી. તેણી છેલ્લા પાંચ વર્ષથી સત હનુમાન પાસે રહેતા સંજય વિનુભાઈ મકવાણા (ઉંમર 25 વર્ષ) સાથે પ્રેમ સંબંધમાં હતી. થોડા સમય પહેલા, યુવતીના પરિવારે માંગરોલમાં તેની સગાઈ નક્કી કરી હતી.

પ્રેમી સગાઈ કે લગ્ન ન કરવાની વારંવાર ધમકી આપતો હતો
તેના બોયફ્રેન્ડ સંજયને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગયો અને તેને સગાઈ કે લગ્ન ન કરવાની વારંવાર ધમકી આપવા લાગ્યો. યુવતી તેની બહેન સાથે રહે. નિત્ય ક્રમ મુજબ આજે સવારે બંને બહેનો મચ્છી વેચવા સ્થળે પહોંચી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ મચ્છી વેચાઇ જતાં રેખાબેન બધો સામાન ભેગો કરતી હતી.

જ્યારે તેણે બહેન ભારતીને નજીકમાં પડેલું એક્ટિવા લેવા મોકલી હતી. ભારતી એક્ટિવા લેવા જતાં જ ત્યાં તેનો પ્રેમી સંજય બાઇક પર ધસી આવ્યો હતો. આવીને તેણે ભારતીની છાતી, પગના સાથળ, પેની, જમણા હાથમાં છરીના સાતેક ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી નાખી હતી.

પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા
યુવતીની મોટી બહેન દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સંજય મકવાણા વિરુદ્ધ કલમ 109 (1), 118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, “સંજય મકવાણા અને મારી નાની બહેન વચ્ચે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ છે. મારી બહેન સંજય સાથે લગ્ન કરશે તેવું સંજયને કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ મારી બહેનની સગાઈ માંગરોળ ખાતે નક્કી થઈ હતી. જે બાબતની જાણ સંજયને થઈ જતા તે બાબતનો ખાર રાખીને સંજય દ્વારા મારી બહેનનું મોત નીપજાવવાની કોશિશ કરવામાં આવી છે.”