રંગીલા રાજકોટમાં મેઘાનો કહેર: ઘરોમાં પાણી ઘૂસતાં લોકોની ઊંઘ હરામ થઈ, હજુ પણ રાજકોટમાં રેડ એલર્ટ

ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગુજરાતના સાત જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર…

ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગુજરાતના સાત જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ (Rajkot)નો સમાવેશ થાય છે. વહેલી સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યારસુધીમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને ખૂબ જ માઠી અસર પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘરવખરી ઘરમાં જ 5 ફૂટ ઉપર મૂકી
મળતી માહિતી અનુસાર, રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગરમાં વહેલી સવારે ઘરોમાં પાણી ઘૂસી જતાં 5.30 વાગ્યાથી લોકો ઊંઘમાંથી ઊઠી ઘરવખરી સહિતનો સામાનને બચાવવા કામે લાગ્યા છે. ઘણા લોકોએ તો આખી રાત જાગવું પડ્યું હતું. ઘરના સામાનને બચાવવા માટે 5 ફૂટ ઉપર મૂકવાની ફરજ પડી હતી.

ફરી ઘરમાં પાણી ઘૂસવાનું શરૂ થયું:
આ અંગે પોપટપરાના લાલબહાદુર શાસ્ત્રીનગરમાં રહેતી અભિષાએ જણાવ્યું હતું કે, વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે. 5.30 વાગ્યે જ ઘરના તમામ સભ્યો ઊઠી ગયા હતા. ઘરમાં પાણી ભરાઈ જતા ઘરના જ સભ્યોએ પાણી ઉલેછીને બહાર કાઢ્યું હતું. પરંતુ આ પછી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ફરી ઘરમાં પાણી ઘૂસવાનું શરૂ થયું છે.

ઘરનો તમામ સામાન પલળી ગયો:
તેણે વધુમાં જણાવ્યું હતું કે હવે તો શું થશે એ કંઈ ખબર નથી. હાલ તો તમામ સમાન પલળી ગયો છે. આ વરસાદમાં અમારી મદદ કરો. દર વખતે વરસાદમાં આ રીતે પાણી ઘૂસી જાય છે. અત્યારે તો ઘરનો બધો સામાન 5 ફૂટ ઉપર મૂકી દીધો છે. રસોડાના પ્લેટફોર્મ અને માળિયામાં સામાન મૂકી દીધો છે. જોકે ફરી વરસાદ શરૂ થતાં પાણી આવશે.

બીજાના ઘરે આશરો લેવાની નોબત આવી:
જાણવા માળ્યું છે કે, પોપટપરાના લાલબહાદુર શાસ્ત્રીનગરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયાં છે. ઘરોના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ જવાને કારણે પહેલા માળે આશરો લેવાની ફરજ પડી છે, જ્યારે ઘણા લોકોને બીજાના ઘરે આસરો લેવાનો વારો આવ્યો છે. આ સિવાય અનાજ પણ પલળી જતાં બપોરના ભોજનની પણ ચિંતા સતાવી રહી છે.

શાળા-કોલેજોમાં રજા:
અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સત્તાવાર યાદી જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્ય તથા અનુસ્નાત ભવનના અધ્યક્ષને જાણ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પણ આજે રજા જાહેર કરી છે.

હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી:
આ સિવાય હજુ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *