Rajkot Robot Teacher: હવે સંપૂર્ણ વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ સૌ કોઈ દોટ મૂકી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં AI આવી ગયું છે, જેમાં હવે શિક્ષણ ક્ષેત્ર (Rajkot Robot Teacher) પણ બાકાત નથી રહ્યું. આવો જ એક દાખલો શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલમાં જોવા મળ્યો છે. જ્યાં છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તૈયાર કરવામાં આવેલા રોબોટ શિક્ષણ આપી રહ્યું છે. આ રોબોટ બાળકોને ગુજરાતી, હિન્દી, સોશિયલ સાયન્સ, અંગ્રેજી ગ્રામર તેમજ જનરલ નોલેજ સહિતના વિષયો શીખવાડી રહ્યું છે.
રોબો શિક્ષકને જોઈને લોકો ઉત્સુક થયા
શાળામાં કે.જી.થી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે રોબોટ દ્વારા ભૂલકાઓને ABCDથી માંડીને વિવિધ સ્ટોરી પણ સંભળાવવામાં આવે છે. તેમજ ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે. શાળાની આ નવી પહેલથી વિદ્યાર્થીઓમાં પણ શાળાએ આવવાની ઉત્સુકતા જોવા મળે છે. બાળકો શાળામાં આવીને રોબોટને પ્રશ્ન પૂછીને પોતાના પ્રશ્નોના જવાબ પણ મેળવી રહ્યા છે.
બાળકોએ જણાવ્યા પોતાના અનુભવો
શાળાની વિદ્યાર્થીની જેસિકાએ જણાવ્યું કે, “આ રોબોટ અમને ગુજરાતી, હિન્દી, સાયન્સ એમ બધા જ વિષયોનું શિક્ષણ આપે છે. જેથી ખુબ સારો અનુભવ થાય છે અને ભણવામાં મજા પણ આવે છે.” જ્યારે અન્ય એક વિદ્યાર્થીની હેત્વીએ જણાવ્યું કે, “આ એક રોબોટ અમને શિક્ષણ આપે છે, તેનો ખુબ આનંદ થાય છે. જે પ્રશ્નો જવાબ આપણને ન સમજાય તો, તેને આ રોબોટને પૂછતા જ તે સરળ શબ્દોમાં જવાબ આપે છે. જેથી હજુ પણ એક રોબોટ શાળામાં આવવો જોઈએ.
AIથી સજ્જ આ રોબોટની વિશેષતા
વિદ્યાર્થીઓની કનેક્ટિવિટીમાં વધારો
વ્યક્તિગત સક્રિય શિક્ષણ
24*7 ઉપલબ્ધતા
માહિતી સંગ્રહ
કમ્પ્યુટેશનલ થીંકિંગ
ઇંગલિશ-હિન્દી જેમ દરેક ભાષામાં શિક્ષણ
વૈવિધ્યપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ
શાળાના પ્રિન્સિપાલ જૈવિન લક્કડનું કહેવું છે કે, “એક વર્ષ પહેલા યુ-ટ્યુબના માધ્યમથી રોબોટ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાય તે અંગે એમને માહિતી મળી હતી. જે માહિતીના આધાર પર શાળામાં જ રોબોટ બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ રોબોટને તૈયાર કરતા અંદાજિત છ માસ જેટલો સમય તેમજ અઢી લાખ જેટલો ખર્ચ થયો લાગ્યો હતો. ત્યારે આગામી સમયમાં રોબોટ લિપ્સ તેમજ હાથની મુવમેન્ટ કરી શકે તે બાબતે પણ રોબોટને અપગ્રેડ કરવામાં આવશે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App