અડધી રાત્રે બંધ સિનેમામાં ઘૂસીને પ્રેમીપંખીડાએ માણ્યું શરીરસુખ અને પછી તો જે ખેલ થયા… -જુઓ વિડીયો

હાલમાં આપણે સૌ જાણીએ જ છીએ કે, કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાએ લૉકડાઉન ચાલી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સિનેમા હૉલને ખોલવાની મંજૂરી ઘણી જગ્યાએ આપવામાં આવી નથી. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનીને તમે પણ ચોકી જશો. જેમાં એક સિનેમા હૉલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ સીસીટીવી ફૂટેજમાં એક યુગલ બંધ પડેલા સિનેમામાં ઘૂસી જાય છે.

સિનેમાં હૉલમાં તેઓ જે પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓ અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. બંને અહીં ખાવાની વસ્તુઓની ચોરી કરે છે, ભરપેટ જમે છે અને બાદમાં શારીરિક સંબંધ પામ બાંધે છે. ત્યારબાદ તેઓ સિનેમા હૉલમાં જ ઊંઘી જાય છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી તારીખ પ્રમાણે આ બનાવ 18મી માર્ચના રોજ બન્યો હતો.

વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, સિનેમાના સ્ક્રિનિંગ હૉલમાં દાખલ થતા પહેલા યુગલ પોપકોર્ન અને અન્ય ખવાની વસ્તુઓની ચોરી કરે છે. ત્યારબાદ એક મોટા કપમાં કોલ્ડડ્રિંક્સ ભરતા પણ નજરે પડે છે. અને સિનેમા હૉલની બેઠક વ્યવસ્થા હોય તે જગ્યાએ પહોંચે છે. અહીં બંને શરીર સુખ માણે છે. જે બાદમાં તેઓ અહીં જ ઊંઘી જાય છે. આ યુગલ સવારે જાગીને કોઈનું ધ્યાન ન પડે તે રીતે ભાગી પણ ગયું હતું.

આ બનાવ અંગે સિનેમા હૉલના પ્રવક્તાનું કહેવું છે કે, યુગલ અહીંથી ભાગી ગયું તે પહેલા તેમણે તમામ સાફ-સફાઈ પણ કરી હતી. ધ લેડબીબલના કહેવા પ્રમાણે બંનેનાં આવા વર્તનને પગલે સિનેમા ખુશ થઈને બંનેને અમુક શૉની ફ્રી ટિકિટ આપવા માટે પણ તૈયાર હતું.

 

View this post on Instagram

 

A post shared by КИНОТЕАТР (@kinograd.spb)

જોકે, સોશિયલ મીડિયા પર સિનેમાની આવી ઑફરની લોકો દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે, યુગલને તેમના કૃત્ય બદલ ઇનામ આપવાને બદલે સજા મળવી જોઈએ. બીજી તરફ અમુક લોકોએ સિનેમાની સુરક્ષા પર પણ સવાલ ઊભા કર્યાં છે. આ ઉપરાંત લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, યુગલ સિનેમા હૉલમાં દાખલ કેવી રીતે થયું? આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. વાયરલ થઈ રહેલા વીડિઓ રશિયાના સેન્ટ પીટ્સબર્ગનો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *