Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક 65 વર્ષીય વૃદ્ધના પેટમાં 15 સેન્ટીમીટર(લગભગ અડધો ફૂટ)નું દાંતણ જોવા મળ્યું હતું. જેને કારણે હોજરીમાં પણ કાણું પડી ગયું હતું. જેથી 10 તબીબોની ટીમે એક કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન કરી વૃદ્ધને બચાવી લીધા હતા. હાલમાં વૃદ્ધ હિંમતનગર સિવિલમાં (Sabarkantha News) ICUમાં દાખલ છે અને તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
પેટમાંથી 15 સેમીનું દાંતણ નીકળ્યું
65 વર્ષીય વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાંતણ નીકળ્યું હતું. જી હા…ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના 65 વર્ષીય ખેડૂત જેણાજી ગલબાજી મકવાણા જેઓ ખેતીકામ કરે છે. તેમને અંદાજે એક-દોઢ મહિનાથી પેટમાં જમણી તરફ દુખાવો હોવાની ફરિયાદ પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ નિદાન કરાવવા માટે પરિવારજનોમાણસા અને ગાંધીનગર ખાનગી દવાખાને ગયા હતા.
ત્યારબાદ સરકારી દવાખાને પણ દવા લીધી હતી, પરતું થોડા સમય માટે દુખાવો બંધ થયા બાદ ફરીથી દુખાવો થતો હતો. જેને લઈને બે દિવસ પહેલાં 6 સપ્ટેમ્બરને શુક્રવારેરાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જેણાજીના પેટમાં દુખાવાને લઈને સર્જનવિભાગમાં તબીબોએ તેમની તપાસ કરી હતી. 7 સપ્ટેમ્બરને શનિવારે દર્દીના સોનોગ્રાફી, સીટીસ્કેન અને એક્સરે કરાવ્યો હતો. જેમાં પેટમાં સામાન્ય કાણું જોવા મળ્યું હતું. જે બાદ હોસ્પિટલની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું.
સફળતા પૂર્વક ઓપરેશન કરી દાતણ બહાર કાઢ્યું
એક કલાક ચાલેલા ઓપરેશનમાં પેટ પર વાઢકાપ કર્યા બાદ હોજરીના કાંણામાં જોતા લાકડું લાંબુ હતું. જેને બહાર કાઢવામાં આવ્યું અને હોજરીની સર્જરી કર્યા બાદ પેટના ભાગે 20 ટાંકા લેવામાં આવ્યા હતા.તપાસ કરતાં હોજરીમાં કાણું જોવા મળ્યું હતું. ત્યારે આ અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.શુભમએ જણાવ્યું હતું કે, એક કલાકના ઓપરેશનમાં હોજરીમાંથી લાકડું બહાર કાઢ્યા બાદ જોતા 15 સેમી લાંબું લીમડાનું દાંતણ હોવાનું સામે આવ્યું હતું.
જેને લઈને છેલ્લા દોઢ મહિનાથી પેટમાં દુખાવો હતો. જેથી ખોરાક પણ લઇ શકતા ન હતા. સોનોગ્રાફી, સીટીસ્કેન કે એક્સ રેમાં પણ લાકડું જોવા મળ્યું ન હતું. માત્ર સામાન્ય કાણું જોવા મળ્યું હતું. હાલમાં એક કલાકના સફળ ઓપરેશન બાદ વૃદ્ધનું નિદાન કરી બચાવી લેવામાં આવ્યા છે. તેઓ ICUમાં દાખલ છે અને તબિયત પણ સારી છે. જો કે, સમય રહેતા ઓપરેશન કરી દાંતણ બહાર કાઠવામાં ના આવ્યું હોત તો વૃદ્ધનો જીવ પણ જઈ શક્યો હોત.
સર્જરી બાદ પેટના ભાગે 20 ટાંકા લેવામાં આવ્યા
એક કલાકની જહેમત બાદ 10 તબીબોની ટીમે સફળ ઓપરેશન કર્યું આમ હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ દોઢ મહિનાથી પીડાતા 65 વર્ષના વૃદ્ધના દુખાવાનું નિદાન કરીને સફળ ઓપરેશન બાદ પીડાથી રાહત આપી છે. એક કલાકના ઓપરેશન બાદ હોજરીમાંથી 15 સેમી લાંબું લીમડાનું દાંતણ બહાર કાઢ્યું.હોજરીની સર્જરી બાદ પેટના ભાગે 20 ટાંકા લેવામાં આવ્યા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App