સાપુતારામાં 65થી વધુ પ્રવાસી ભરેલી લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત

Saputara Accident: સાપુતારાથી શામગહાનને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. બસમાં પ્રવાસ આવેલા 65 લોકો સવાર હતા, જેમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રિય ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ(Saputara Accident) ઘાટ નીચે ખાબકી ગઈ હતી જેથી ઘણા લોકો લક્ઝરીના નીચે દબાયા છે, બે બાળકોના મોત થયાની જાણકારી હાલ મળી છે.

બસમાં કુલ 65 લોકો સવાર હતા
બસમાં કુલ 65 લોકો સવાર હતા સુરતથી પ્રવાસે આવેલા ભરત ચૌહાણ જણાવે છે કે, અમે ઘરે ફરી રહ્યા હતા ત્યારે બસ વાળા આઇસર ટ્રક વાળાને અવર ટેક કર્યો હતો જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. ભરતભાઈ સાથે 18 લોકો ફરવા આવ્યા હતા જોકે બસમાં કુલ 65 લોકો સવાર હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે શામગહાન CHC હોસ્પિટલ ખસેડાયા અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઊંધી વળી જવા પામી છે.

22થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી
મળતી માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં અકસ્માતની ઘટના બાદ તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ સાપુતારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. રવિવારે એક લક્ઝરી બસ મુસાફરોથી ભરેલી હતી, અને અચાનક ડાંગના સાપુતારા નજીક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ જ્યારે ટ્રેકને ઓવરટેક કરવા જઇ રહી હતી તે સમયે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર મુસાફરોમાંથી બેના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તાજા અપડેટ પ્રમાણે, હાલમાં 6 ઇજાગ્રસ્તોને આહવાની હૉસ્પિટલમાં અને 4ને સુરત હૉસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરાયા છે.

આ લોકો થયા ઇજાગ્રસ્તો
સુલતાના સૈયદ, અલિના સૈયદ, હિના સૈયદ, આશિયા સૈયદ, મુહમ્મદ જુનેદ, મુમતાઝ શેખ, હેતલ ખોડાભાઇ, પુષ્પલતા સુરેશ, બીના પાટીલ, દિવ્યા ડોબરીયા, સાજિદ સૈયદ પઠાણ, યુનુસ ખાન યુસુફ ખાન, સાનિયા બાનુ, મોહમ્મદ હમઝા, જમીલા અશ્ફાક, એ. જી. શેખ, તોફિક ખાન પઠાણ, ઝાકીર નાસિર સૈયદ, ઝુબેર સલીમ, કનિઝ મલીક, સબ્બિર મિયાં મુહમ્મદ, જાવેદ નઝીર.

આ ઘટના પછી તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરાયું હતું. અનેક ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લક્ઝરી બસને પણ ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી.