અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો જાણતા નથી કે તમે જેના પર આંખ બંધ કરીને ભરોસો કરો છો તે ભરોસો કરવા લાયક વ્યક્તિ છે કે નહિ, તેની વાતો સાચી છે કે નહિ. આવો જ એક કિસ્સો જેમાં પરણીત યુવતી તેના કુટુંબના જ દિયરના કાકા સસરા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી અને તે જ વ્યક્તિએ તેનો ફાયદો ઉઠાવીને પરણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સુરત (Surat) શહેરના સરથાણા (Sarthana) વિસ્તારની છે.
સુરતમાં રહેતી પરણિતાના કૌટુંબિક દિયરના કાકા સસરા થતા શખ્સે પરણીતાને ભૂવો હોવાનું જણાવીને પરણીતાના પરિવારનો ગુરુ બની ગયો હતો. ત્યારથી બંને વચ્ચે ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો. આ વ્યક્તિના ઘરે માતાજીનો ગઢ હોવાથી ઘણાં લોકો ત્યાં આવતા હતા. 2016માં યુવતીને તેણે જણાવ્યું કે તમારું ઘર જ્યાં તમે રહો છો તે તમારી માટે નડતર રૂપ છે. ત્યારે તેની વાત સાંભળીને પરણિત યુવતીએ ઘર પણ બદલી નાખ્યું.
આ યુવતી 42 વર્ષની હતી અને તે તેના પરિવાર સાથે સુરતમાં જ રહેતી હતી.તેનો પતિ જમીન લે-વેચનો ધંધો કરતો હતો.તેણે એક દીકરો અને એક દીકરી છે. આ ઢોંગી માણસ સાથે તેની મુલાકાત 5 વર્ષ પહેલા થઇ હતી અને ત્યારથી જ તેના પર વિશ્વાસ કરીને તેના કહ્યા ડગલે ચાલતા હતા.
આ ઢોંગી માણસે પરણિતાને ફરી પોતાની જાળમાં ફસાવી અને કહ્યું કે, પરણીતાએ પોતાની ઉપર વિધિ કરાવવી પડશે નહીતો તમારા સંતાનો અને પતિ ગાંડા થઇ જશે. અને તેના પર વિશ્વાસ કરીને તે આવું કરાવવા તૈયાર થઇ ગઈ અને યુવતીના વાળ કાપીને વિધિ કરી. ત્યારબાદ તેના કપડા ઉતારવા લાગ્યો. ત્યારે પરણિતા એ તેનો વિરોધ કર્યો. ઢોંગી માણસે પરણીતાને કહ્યું કે જો તમે આ વિધિ અધુરી રાખશો તો તમારા પતિનું મૃત્યુ થશે.
ઢોંગી ભુવાએ પરણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા પાડ્યા હતા. વાંરવાર આ માણસ પરણીતાને ધમકી આપીને દુષ્કર્મ આચરતો રહ્યો અને અંતે કંટાળીને ઢોંગી ભુવા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ પર વિશ્વાસ કરીને પરણિતાએ મોટી ભૂલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.