ધોળે દિવસે દારૂની હેરાફેરી કરતી જીપે બાઈકને લીધી અડફેટે, બે સળગીને ભસ્મીભૂત થયા

સેવનિયા(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત(Accident) સામે આવ્યો છે. સેવનિયા(Sevania) ગામે ધોળે દિવસે દારૂની હેરાફેરી કરતી જીપે(Jeep) બાઇક(Bike)ને અડફેટમાં લેતાં બાઈક…

સેવનિયા(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત(Accident) સામે આવ્યો છે. સેવનિયા(Sevania) ગામે ધોળે દિવસે દારૂની હેરાફેરી કરતી જીપે(Jeep) બાઇક(Bike)ને અડફેટમાં લેતાં બાઈક સવાર કિશોર(Teenager) સહિત બેના મોત નીપજ્યા હતાં. બાઇક સાથે ખેતરમાં ફંગોળાયા બાદ તેમાં આગ લાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગની લપેટમાં આવેલા ઘાયલને ઇજા સાથે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય ઘાયલનું દવાખાને(hospital) મોત થતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ, શંકાસ્પદ લાગતી આ ઘટનામાં કંઇક રંધાયુ હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે મોડી સાંજ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કે નહીં તે પણ જાહેર થવા દીધુ નહી. છોટાઉદેપુરના મીઠીબોરના 14 વર્ષિય ભોપીન રોહીત રાઠવા અને 17 વર્ષિય સંદીપ ગોપાભાઇ રાઠવા બાઇક પર આવી રહ્યા હતાં.

વિદેશી દારૂ અને બિયર લઈને આવતી બોલેરો જીપના ચાલકે બપોરે 12 વાગ્યાના સુમારે સવાણીયા ગામના સિમલાઘાસી રોડ પર યુવકોની બાઇકને ટક્કર મારી હતી. એક બાઇક સવાર યુવક બાઇક સાથે ખેતરમાં ફસાઇ ગયો હતો, જ્યારે અન્ય યુવક રોડ પર પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી અને ખેતરમાં ફંગોળાઇ ગઈ હતી. ખેતરમાં ઝાડી-ઝાંખરાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને નીચે પડેલા યુવક સુધી પહોચી હતી. ગંભીર ઇજાઓને કારણે આગમાંથી બચી ન શકનાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જોકે, આ યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સાગટાળા પોલીસ દ્વારા મોડી સાંજ સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી તેનો કોઈ કારણસર તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જીપમાંથી કેટલો દારૂ ઝડપાયો તે જાણી શકાયું નથી. બીજી બાજુ હાલ આ શંકાસ્પદ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *