“સર આપ કો ઈન્વેસ્ટ કરના હૈ બહુ અચ્છા કમાને કો મિલ શકતા હૈ આપ ફોરેક્ષ માર્કેટમાં રોકાણ કરેગે તો આપ કો ડબલ ફાયદા હોગા”, બસ આવુ કહીને ઠગ ટોળકી ફોરેક્ષ માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરવા વેસુના પોશ વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા.
રોકાણકારોને ફોરેક્ષ માર્કેટમાં રોકાણ માટેની લોભામણી સ્કીમો આપી દેશભરમાં ટોળકીએ હજારો લોકોની સાથે ફ્રોડ કર્યુ છે. સ્પેશીયલ ઓપરેશન ગૃપના(sog) પીઆઈ ટી.આર.ચૌધરીએ બાતમીને આધારે શુકવારે સાંજે વેસુ ચાર રસ્તા પાસે વેસ્ટર્ન વેસુ પોઇન્ટમાં બે ઓફિસમાં રેડ કરી હતી.
ઠગો પાસેથી લેપટોપ અને મોબાઇલ મળી આવ્યા
આ દરમિયાન ત્યાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. એસઓજી પહોંચી ત્યારે પણ ઠગ ટોળકીના સાગરિતો શિકાર માટે ફોન પર વાત કરતા હતા. છેલ્લા એક વર્ષથી 50 હજાર મહિને ભાડામાં બે ઓફિસ લઈ આ કોલ સેન્ટર સફીક ઉર્ફે ફૈયાઝ તેના 3 પાર્ટનરો સાથે ચલાવી રહ્યા હતો. એસઓજીએ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનાર સફીક ઉર્ફે ફૈયાઝ રફીક ગલાણી(30)(રહે, ફૈઝ એપાર્ટ,ન્યુ ગોરાટ રોડ,અડાજણ,મૂળ રહે, રાજકોટ), પાર્ટનર આમીર ઉર્ફે અરમાન અસ્લમ ઘરાણા(21)(રહે, નિરાંત એપાર્ટ, મોમનાવાડ, ગોપીપુરા,મૂળ રહે, રાજકોટ), રેહાન વારીસખાન (20) અને આફતાબ હારૂનરસીદ મેમણ(21) (બન્ને રહે,રાહત સોસા,ગભેણી, ઉનપાટિયા)ની પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે.
આ ઠગો પાસેથી લેપટોપ અને મોબાઇલ મળી આવ્યા હતા. જેના દ્વારા ટોળકી રોકાણકારોને કોલ કરે છે. ટોળકી માર્કેટમાંથી ઓનલાઇન ગ્રાહકોના મોબાઇલનો ડેટા લઈ કોલ અને ટેક્સ મેસેજ રોકાણના નામે કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews