Surat OrganDonation: સુરતમાં 25 વર્ષીય રાષ્ટ્રપ્રેમી યુવાનો વિશ્વ અંગદાન દિવસના રોજ અંગદાન કરવામાં આવ્યો હતો. 25 વર્ષે યુવકના અંગદાનના પગલે પાંચ લોકોને નવજીવન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 25 વર્ષે યુવક તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ ત્યાંથી પરત ફરતા સમયે તેની અકસ્માત નડ્યો હતો અને ત્યાર બાદ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. તેના પરિવારજનો(Surat OrganDonation) દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ
મળતી માહિતી પ્રમાણે, મૂળ પાટણનો અને સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ઋષિ વિહાર ટાઉનશીપમાં 25 વર્ષીય રજની અશ્વિનભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. જે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારમાં પિતા માતા અને એક મોટો ભાઈ છે.ગત 11 ઓગસ્ટના રોજ સાંજે ત્રિરંગા સન્માન યાત્રામાં ભાગલેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા, ત્યાંથી પરત ફરતી વેળાએ સોસ્યો સર્કલ બ્રિજ ઉતરતા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી અને ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન ઉપર પટકાયા હતા. રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા 108 મારફતે તેમને સીવીલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી.
અકસ્માત થતા બ્રેન્ડેડ જાહેર કરાયા
રજનીની વિશેષ સારવાર કરવા માટે તેઓએ યુનિટી હોસ્પિટલ, પર્વતપાટીયા, સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યા રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડો. નિસર્ગ પરમાર, ડો.શિવમ પારેખ, ડો. નીરજન પંચાલ દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.યુનિટી હોસ્પિટલના ચેરમેન ડો.અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો.
બ્રેઈનડેડ દીકરાનું અંગદાન કરી માનવતા મહેકાવી
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ હતી. રજનીભાઈથી મોટાભાઈ દીક્ષિતભાઈ અને પિતા અશ્વિનભાઈએ બ્રેઈનડેડ દીકરાનું અંગદાન કરી અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિષેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. તેમના દાદા જીવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુઓનું દાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હદય, લંગ્સ, લીવર, અને બંને કીડનીના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી જીવનદાન મળ્યું હતું. અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા હૃદય, મેદાન્તા હોસ્પિટલ – દિલ્હી દ્વારા લંગ્સ અને એપોલો હોસ્પિટલ, અમદાવાદ દ્વારા લીવર અને બંને કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરીડોર અને યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 278 કી.મીનો 1 ગ્રીન કોરીડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App