કોરોના મહામારી અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરનારની સંખ્યા કોરોના કાળમાં ખુબ વધી છે. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો વધારેમાં વધારે સામે આવી રહ્યા છે. હાલ સુરત શહેર માંથી આ ઘટના સામે આવી છે. સુરત શહેરના મોટા વરાછામાં આશરે 13 માળની બિલ્ડીગ પરથી એક મહિલાએ જંપ લાવીને મોત વહાલું કર્યું છે.
સુરતના મોટા વરાછામાં પ્રિન્સેસ હાઉસમાં આપઘાતની ઘટના સામે આવી છે. પ્રિન્સેસ હાઉસમાં આશરે 13 માળ છે અને આ મહિલાએ પ્રિન્સેસ હાઉસના ટેરેસ પરથી નીચે જંપલાવી મોતને વહાલું કર્યું હતું. મળતી માહિતી અનુસાર આ મહિલાની ઉંમર આશરે 24 વર્ષની હોવાનું સામે આવ્યું છે.
સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, આ મહિલા નાના વરાછા ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. આપઘાત કરવાનું કારણ તો હજુ સામે આવ્યું નથી અને આ ઘટના સર્જાતા આસપાસના લોકો દોડીને ભેગા થઇ ગયા હતા અને ગણતરીની મીનીટોમાં જ અમરોલી પોલીસ પણ ઘટના સ્થેળે હજાર થઇ ગઈ હતી.
વિડીયો જોતા માલુમ પડી રહ્યું છે કે, મહિલાએ જયારે છલાંગ લગાવી ત્યારે નીચે પડેલી કાર પર સૌથી પહેલા અથડાઈ હતી અને કાર પર અથડાઈને તે જમીન પર પડી હતી. 13માં માળેથી સીધી જ કાર પર પડતા કારનો પણ પાછળનો ભાગ તૂટી ગયો હતો. તો તમે અનુમાન લગાવી શકો કે, આ મહીલા કેટલી ઝડપે આ કાર સાથે અથડાઈ હશે. અમરોલી પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.