કોરોનાથી પીડિત દર્દી આખી રાત ચીસો પાડતો રહ્યો, સવારે કોવિડ વોર્ડમાં ફાંસીએ લટકતો મળ્યો 

કોરોના વાયરસથી આખી દુનિયા બદલાઈ ગઈ છે. આ રોગચાળાએ લોકોના હૃદય અને દિમાગ પર ઊંડી અસર કરી છે. આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો…

કોરોના વાયરસથી આખી દુનિયા બદલાઈ ગઈ છે. આ રોગચાળાએ લોકોના હૃદય અને દિમાગ પર ઊંડી અસર કરી છે. આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં કોવિડ સંક્રમિત વ્યક્તિએ હોસ્પિટલમાં લટકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર હોસ્પિટલનું વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું છે. પોલીસે ડેડબોડી લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ કેસની તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલના અન્ય કોવિડ દર્દીઓ કહે છે કે, આ વ્યક્તિ 14 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ વ્યક્તિ રાત્રે જોરજોરથી ચીસો પાડતો હતો. અને અન્ય દર્દીઓને સૂવા દેતો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્દીની રિકવરી પણ સારી હતી, પરંતુ તેમ છતાં તેણે 18 એપ્રિલે અચાનક જ આત્મહત્યા કરી લીધી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી મૃતકે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો થયો નથી.

ઘટનાથી હોસ્પિટલમાં હંગામો મચ્યો છે. જાણવા મળ્યું છે કે, જ્યારે એક કામદાર સોમવારે સવારે વોર્ડમાં ગયો ત્યારે તેણે એક દર્દીને લટકતો જોયો. ત્યારબાદ તેની માહિતી હોસ્પિટલ મેનેજમેન્ટને આપવામાં આવી હતી. બાતમી મળતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ઉપરાંત આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારજનો અને વોર્ડના અન્ય દર્દીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડોક્ટરોએ કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો હતો. પરંતુ તે વોર્ડમાં ચીસો પાડતો હતો. ડોકટરોએ ઘણી વાર તેને સમજાવ્યું કે તબિયત જલ્દી સારી થઈ જશે. પરંતુ અચાનક જ તેણે આત્મહત્યા કરી લીધી. આ કિસ્સો ઝારખંડમાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *