સુરતમાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઇક પર જતા બે મિત્રોને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત

સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. તેવામાં સુરત(Surat)માં નવસારી બજાર પોલીસ ચોકી નજીક(Near Navsari Bazar Police Outpost) ટ્રક ચાલકે બાઇક સવાર બે મિત્રોને…

સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. તેવામાં સુરત(Surat)માં નવસારી બજાર પોલીસ ચોકી નજીક(Near Navsari Bazar Police Outpost) ટ્રક ચાલકે બાઇક સવાર બે મિત્રોને અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે જ કંકાટભર્યું મોત(The young man died on the spot) થયું હતું. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ ઘટના પછી લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા. સાથે સાથે દારૂના નશા(Alcoholism)માં ટ્રક ચલાવતા ડ્રાઇવરને પકડીને પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, મૃતક ઇરફાન ચપ્પલ ખરીદવા માટે ચોક બજાર ગયો હતો.

અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત લગભગ રાત્રે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. ટ્રકના ચાલકે બાઇકને પાછળથી અડફેટે લેતા બન્ને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ એક યુવાનને મૃત જાહેર કર્યો હતો. તપાસ કરતા મૃતક ઉધના પટેલનગરમાં રહેતો રાજુ ઉફે ઇરફાન રઝાક પઠાણ હોવાનું સામે આવ્યું હતું.

મૃતક ઇરફાનના ભાઇએ કહ્યું હતું કે, માતા-પિતાના અવસાન પછી બંને ભાઇઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઇરફાન મહોલ્લાના એક મિત્ર સાથે ચપ્પલ ખરીદવા માટે ચોક બજાર આવ્યો હતો. આ અકસ્માત ટ્રકનો ચાલક દારૂના નશામાં હોવાથી બન્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને સોપી દીધો હતો.

અત્રે ઉલેખનીય છે કે, બે દિવસ પહેલા પણ આવો જ એક બનાવમાં સુરતના કામરેજના કઠોદરા પાસે સર્જાયો હતો. આ અકસ્માત સ્થળ પર મોબાઈલની ટોર્ચથી દિશા બતાવતા ડ્રાઈવરને અન્ય ટેમ્પો ચાલકે અડફેટ લીધો હતો. જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહારાષ્ટ્રના અકોલામાં રહેતો યોગેશ મારૂતી પથવે ટેમ્પોમાં ફૂલો ભરી તા.21-9-21ની રાત્રે અકોલાથી નીકળી સુરત માકેટમાં ફુલ નાંખવા માટે જતો હતો. આ દરમિયાન હાઇવે પર કઠોદરા પાટીયાથી કઠોદરા તરફ જતાં રસ્તા પર લગભગ 4.30 વાગે રોડ સાઇડે પલટી ખાઈ ગયો હતો.

તેને કારણે યોગેશ અને સંદિપ પરશુરામ શેંગાર રોડ પર ટેમ્પોની આગળ ઉભા રહી અકસ્માત ન સર્જાઈ તે માટે પોતાનાં મોબાઇલની ટોર્ચથી આવતા જતા વાહનોને સાઇડ બતાવતા હતા. તે દરમિયાન પુરઝડપે આવતા એક આઇસર ટેમ્પોના ચાલકે બેદરકારીથી યોગેશને અડફટે લઇ લીધો હતો. તેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અને યોગેશનું ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું હતું. ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી નાસી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *