કચ્છના ત્રણ યુવાનોના પાણીના કુંડમાં ડૂબી જતા અવસાન, એક યુવકના તો લગ્નની તૈયારી ચાલતી હતી

હાલમાં રાપર તાલુકાના આડેસર ગામના ભણેલા-ગણેલા અને આશાસ્પદ યુવાનો સણવા ગામના કુંડમાં ન્હાવા પડતા કીચડમાં ખૂંચી જવાથી મૃત્યુ પામ્યા હતા. સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા…

હાલમાં રાપર તાલુકાના આડેસર ગામના ભણેલા-ગણેલા અને આશાસ્પદ યુવાનો સણવા ગામના કુંડમાં ન્હાવા પડતા કીચડમાં ખૂંચી જવાથી મૃત્યુ પામ્યા હતા. સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા યુવાનોના મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી મુજબ, હાલ રાપર તાલુકાના આડેસર ગામમાં આંશિક લોકડાઉનના કારણે મન હળવું કરવા આડેસરમાં રહેતા 20થી 25 વર્ષની ઉંમરના આલાભાઈ ભચાભાઈ આહીર, અરજણભાઈ રાયમલભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના યુવાનો સણવા ગામની નજીક આવેલા ઐતિહાસિક નાગતર ગામના શંકર ભગવાનના મંદિર નજીક આવેલા કુંડમાં ન્હાવા પડ્યા હતાં.

પરંતુ આ કુંડમાં પાણી સાથે ખૂબ જ કીચડ ભરેલું હોવાથી યુવાનો ન્હાવા પડતાની સાથે જ કીચડમાં ખૂંચી ગયા હતા. જેથી આ યુવાનો સાથે આવેલા અન્ય યુવાનોએ રાડારાડ કરી મૂકી હતી અને ખૂંચી ગયેલા યુવાનોને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત યુવાનોની ચીસો સાંભળી નજીક આવેલા ગ્રામજનો અને ખેડૂતો પણ ત્યાં પહોચ્યા હતાં અને યુવાનોને કીચડમાંથી બહાર કાઢ્યા હતાં. ત્યારબાદ યુવાનોને આડેસર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉકટરે ત્રણેય યુવાનોને મૃત જાહેર કર્યા હતાં.

ઘટના સંદર્ભે આડેસર પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ત્રણ પૈકીનો એક યુવાન પરણિત હતો અને એકના લગ્નની તૈયારી હતી. ઉપરાંત જાણવા મળ્યું છે કે, ત્રણ યુવાનો પૈકીના બે યુવાનો તો એન્જીનીયરીંગ કરેલા હતાં અને આડેસરમાં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડેપગે આ યુવાનો હાજર રહેતા હોવાથી વાગડ પંથકમાં ગમગીની છવાઈ હતી.

આડેસર રહેતાં આલાભાઈ આહીર, અરજણ ભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના ત્રણ યુવાનો કુંડ અંદર ગાળો વધારે હોવાથી ખુંચી ગયાં હતાં. અને સાથે રહેલાં યુવાનોએ રાડા રાડ કરતાં નજીના ગ્રામજનો તથા ખેડૂતોએ બહાર કાઢ્યા હતાં. યુવાનોને આડેસર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં જ્યાં હાજર ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

અહી ઉલ્લેખનીય છેં કે, મૃતક ત્રણેય યુવાનોમાં એક પરણિત હતો અને એકના લગ્નની તૈયારી ચાલતી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવાર જનોમાં ભારે ગમગની વ્યાપી ગઈ છે. તો બે યુવાનો ઇન્જીનીરિંગ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. આડેસરમાં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડે પગે યુવાનો રહેતાં હતાં એવું દિપુભા જાડેજાએ જણાવ્યું હતું.

વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અવર-નવર કેનાલ અથવા તળાવમાં ડૂબી જવાના બનાવો બનતા આવ્યા છે અને આવા બનાવો થકી આશાસ્પદ યુવાનોના મૃત્યુ પણ થયા છે. જેથી આવા બનાવોને રોકવા માટે સાવચેતી રાખવી અતિ જરૂરી બની ગઈ છે. કેનાલ અથવા તળાવ કે કુંડ જેમાં લિલ તેમજ કીચડ હોવાના કારણે આવા બનાવો સતત બની રહ્યા છે. જેથી યુવાનોને આ બાબતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *