હેવાન પિતાએ જ પોતાની 14 વર્ષીય પુત્રીને બનાવી હવસનો શિકાર; જાણો સુરતનો હચમચાવી દેતો કિસ્સો

Surat Father raped his daughter: સુરતમાં પિતા-પુત્રીના સંબધને જ શર્મસાર કરતો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની સગી દીકરીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવતા સમગ્ર ચકચાર મચી જવા (Surat Father raped his daughter) પામી છે. નરાધમ પિતાએ પોતાની 14 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. નરાધમ પિતાએ ઘરમાં દીકરીની એકલતાનો લાભ ઉઠાવી છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન અવારનવાર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

ઘરમાં દીકરીની એકલતાનો લાભ ઉઠાવી બળાત્કાર
ડીંડોલી વિસ્તારમાં ડીંડોલી બસ સ્ટોપ પાસે રહેતો અને ઓટોરિક્ષા ચલાવતો 48 વર્ષીય આધેડે પોતાની 14 વર્ષની સગીર દીકરી પર દાનત બગાડી હતી. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન દીકરી જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તેણીની એકલતાનો લાભ ઉઠાવી એની સાથે બળજબરી કરી અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.આખરે કંટાળીને કિશોરીએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.

કિશોરીએ સઘળી હકીકત માતાને જણાવી
ઉપરાંત જો આ વાત કોઈને કહેશો તો તેણીને તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી શરૂઆતમાં દીકરીએ આ વાત કોઈને કરી ન હતી પરંતુ, છેલ્લા એક મહિનામાં તેના પિતાએ અવારનવાર બળાત્કાર ગુજારતા આખરે ન છુટકે કિશોરીએ સઘળી હકીકત માતાને જણાવી હતી.

માતાએ હકીકત જાણતાની સાથે જ તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જોકે, માતાએ દીકરી સાથે ડીંડોલી પોલીસ મથકે પહોંચી પોલીસને સઘળી હકીકત જણાવી હતી. જેથી, પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી
કહેવાય છે કે દુનિયામાં બધા જ પિતા દીકરીઓ માટે પરમેશ્વર જેવા હોતા હોય છે. જો કે, આ કિસ્સાને અપવાદ રૂપ કોઇક વખત પિતા જ દીકરી માટે શૈતાન બની જતા હોય છે. દીકરી જન્મતાવેંત પિતા તેને લક્ષ્મી સ્વરૂપ ગણીને પાલન પોષણ કરતો હોય છે.

આખરે દીકરી જેમ જેમ મોટી થતી જતી હોય છે તેમ પિતા તેમના હાથ પીળા કરાવીને કન્યાદાન કરવાનું સપનું જતો હોય છે. પિતા માટે ત્યારબાદ આખી જિંદગી આ સપનાને ચરિતાર્થ કરવા માટે ઘસડી નાંખતો હોય છે. જો કે, આ દીકરી ઉપર કોઇ પિતા દાનત બગાડે એ વાત જ સામાન્ય માનવીને કંપારી છૂટાવીને ઝટઝણાટી ઊભી કરી દેતી હોય છે.