કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. મોટાં ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી છે. આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 સંસદમાં પસાર થયું ત્યાર પહેલાંથી આસામમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં. સ્થાનિક આસામીઓને આશંકા છે કે બાંગ્લાદેશમાંથી આવેલા ‘બિનમુસ્લિમ હિંદુઓ’ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની ‘ઓળખ અને અસ્મિતા’ પર સંકટ ઊભું થશે. આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને વિરોધનું નેતૃત્વ લીધું છે તથા અન્ય વિદ્યાર્થી સંગઠન પણ તેની સાથે જોડાયા છે.
આ બિલને રાષ્ટ્રપતિ કોવિંદે મંજૂરી આપી દીધી છે એટલે આ કાયદો બની ચૂક્યો છે. જામિયામાં થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે. જામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે પોલીસ યુનિવર્સિટીમાં પ્રવેશી તે અંગે પ્રશ્નો કર્યા છે અને તપાસની માગ કરી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે આ કાયદાને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હવે આ સમયમાં ઘણા લોકો CAA નું સમર્થન પણ કરી રહ્યા છે.
હાલમાં ઠેર ઠેર પુરજોશમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન પ્રસંગ જોવા મળ્યા હતા. વરરાજાએ પોતાના હાથમાં સીએએને સમર્થન કરતી મહેંદી મુકી હતી. આ મહેંદી સાથે જ લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી હતી. લગ્ન કરનાર યુવકે લોકોને સીએએ મામલે પોઝિટીવ બનાવનો મેસેજ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.