કોરોના મહામારીને બીજેપી વાળા ગંભીરતાથી લઈ રહ્યા નથી. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બીજેપીના પદાધિકારીઓ ઠેરઠેર ભીડ ભેગી કરીને કોરોના કાળના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવી જે ઘટના સુરતમાં બની છે.
સુરતના લિંબાયત વિસ્તારના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતે કોરોનાને હાર આપી આવ્યા બાદ સ્વાગત માટે ભીડ ભેગી કરવામાં આવી હતી. લોકો તેને ફૂલના હાર પહેરાવી રહ્યા છે અને ઢોલ વગાડવામાં આવી રહ્યા છે. તેમજ લોકો ટોળે વળીને નાચી રહ્યા છે.
લોકો કોર્પોરેટર અમિત સિંહના સ્વાગત માટે તેના પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે અને ટોળે વળી સોશિયલ ડીસ્ટન્સના નિયમોનો ભંગ કરી રહ્યા છે. એવામાં હવે એ સવાલ ઊભો થાય છે કે શું કોરોના કાળના નિયમોનું પાલન ફક્ત પ્રજા માટે જરૂરી છે આ સત્તાધીશો માટે કોરોના કાળના નિયમો લાગુ પડતા નથી? હવે જોવું એ રહ્યું કે બીજેપી કોર્પોરેટરની આ હરકત પર શું કોઈ કેસ કે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle