સુરતમાં દારૂના કેસમાં પાસાની કાર્યવાહી ન કરવા માટે 50 હજારની લાંચ માંગતો ASI રંગેહાથ ઝડપાયો

સુરત(Surat): લાંચ સ્વીકારનારા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરો(Anti-Corruption Bureau) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડમાં દારૂના કેસમાં પકડાયેલા વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવા માટે લાખ રૂપિયા માગ્યા બાદ રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ASI દ્વારા ખાનગી વ્યક્તિ રામસીંગ જયરામ પાટીલ દ્વારા સુરતના સીમાડા નાકા(Simada naka) ગણેશ પાન સેન્ટર પાસેથી રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે એએસઆઈ સતીષભાઇ સયાજીભાઇ સોમવંશી ACBના હાથે નથી ઝડપાયો. જેથી તેને ઝડપી પાડવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કેસ પણ સુરતનો અને લાંચ પણ સુરતમાં લેવાઈ:
જોવા જઈએ તો સતીષભાઇ સયાજીભાઇ સોમવંશી, એ.એસ.આઇ. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, જીલ્લો –વલસાડ, વર્ગ-૩ના અધિકારી છે. તેમણે દારૂના કેસમાં એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં લાંચના 50 હજાર નક્કી થયા પછી તે રૂપિયા સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર કેબીન પાસે સ્વીકારવા આવતાં રામસીંગ જયરામ પાટીલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આરોપી પાસેથી 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

ફરીયાદી મિત્રના દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરેલી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહિ કરવાનાં અવેજ પેટે કોન્સ્ટેબલે ફરીયાદી સાથે ફોન ઉપર વાતચીત કરી પહેલા રૂપિયા-એક લાખની લાંચની માંગણી કરતા રકઝકનાં અંતે કોન્સ્ટેબલ દ્વારા 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપવામાં આવી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં કોન્સ્ટેબલ દ્વારા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરવામાં આવી અને 50 હજાર રૂપિયાની લાંચની રકમ ખાનગી વ્યક્તિને આપી દેવા માટે જણાવ્યું હતું. સમગ્ર ટ્રેપ આર.કે.સોલંકી, પો.ઇન્સ., સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા સફળ પાડવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *