Mameru in Surat: મિત્રો અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ આખા ભારત દેશની અંદર લગ્નની સિઝન ફરી એક વખત ભારે જામી ગઈ છે તેવું લાગી રહ્યું છે. લગ્નની સીઝન આવતા સોશિયલ મીડિયામાં કંકોત્રીઓ અને ઘણા બધા રિવાજો નું સેલિબ્રેશનના વિડીયો વાઇરલ થતા હોઈ છે.ત્યારે આજે રોજ સુરત શહેરમાં(Mameru in Surat) એક ભાઈએ પોતાની બહેનને રાજી કરવા વંદે માતરમ ટ્રેન બનાવી તે ટ્રેનમાં મામેરામાં મુકવામાં આવતી વસ્તુ લઈને આવ્યા હતા.જે લોકો માટે એક આકષર્ણનું કેન્દ્ર બન્યું હતું.
વંદે માતરમ ટ્રેનમાં લાવ્યા મામેરા
મામેરા વિધિ વિશે તો લગભગ મોટાભાગના ગુજરાતીઓ જાણતા હશે અને આજે અમે તમને જેની વાત કરી રહ્યા છીએ શહેરના લાલદરવાજા વિસ્તારમાં રહેતા નીલા બહેનના મામેરા વિશે.જો વિગતવાર વાત કરીએ તો લાલદરવાજા વિસ્તારમાં આવેલ ગુંદી શેરીમાં રહેતા નીલાબહેનના ઘરે લગ્નનો પ્રસંગ હતો ત્યારે તે દરમિયાન પિયર પક્ષ તરફથી વંદે માતરમની ટ્રેન બનાવી,તે ટ્રેનમાં મામેરામાં મુકવામાં આવતી વસ્તુઓ ભરીને લાવ્યા હતા.તેમજ આ ટ્રેન લાલદરવાજા ગુંદીશેરી – નાગરશેરી-લીબુંશેરી-રામપુરા મેઈનરોડ થઈ શ્રી સુરત લેઉવા પાટીદાર ની વાડી રામપુરા ખાતે લઇ જવામાં આવી હતી.જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ ઉપરાંત આ નવું નજરાણું લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યો હતો.
લગ્નમાં હાજર લોકો જોઈ રહ્યા
આપણે ત્યાં વર્ષો જૂની એક પરંપરા છે.જેમાં લગ્ન સમયે મામા દ્વારા પોતાની વ્હાલસોઇ બહેનને મામેરું પુરાવામાં આવતું હોઈ છે.જેમાં લોકો પોતાની બહેનને રાજી કરવા કઇને કઇ અવનવું કરતા હોઈ છે.ત્યારે આ વંદેમાતરમ ટ્રેનમાં અનોખી રીતે મામેરું લાવતા લોકો માટે એક રસપ્રદ વિષય બન્યો છે.આ પ્રકરણ મામેરાને લગ્નમાં આવેલા લોકો જોઈ રહ્યા હતા.
મામેરું એટલે શું ?
તમને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ મામેરું એટલે શું ? તો આપને જણાવી દઈએ કે વર્ષોથી ઘણા બધા રાજ્યોમાં દીકરો કે દીકરીના લગ્ન પ્રસંગ દરમ્યાન મોસાળ પક્ષ તેમની બહેનને તેમના ભાણેજના લગ્ન માટે વિવિધ ભેટ અને સોગાત આપતા હોય છે. ભાઈ યથાશક્તિ પ્રમાણે પોતાની બહેનનું મામેરું પૂરતા હોય છે.જેને મામેરું અથવા મોસાળું કહેવામાં આવે છે.
આ અગાઉ પણ આવા કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.તેમજ ભાણેજનું મામેરું હરખથી કરીને તેના મામા પણ હરખાઈ ગયા હતા.તેમજ બહેનના ઘરે સગા ભાઇ અને માનેલા ભાઇઓએ મામેરાની વિધિ કરી ત્યારે હાજર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube