લાઈવ ટેસ્ટ મેચ દરમિયાન અચાનક જ મેદાનમાં ઘુસી ગઈ ખતરનાક ગરોળી, થોડાં સમય માટે રોકવી પડી મેચ- જુઓ વિડીયો

Sri Lanka vs Afghanistan Monitor lizard: તમે ઘણી બધી ક્રિકેટ મેચો ક્યારેક સાપ દ્વારા તો ક્યારેક હાથીઓના ટોળા દ્વારા રોકાતી જોઈ અને સાંભળી હશે. પરંતુ…

Sri Lanka vs Afghanistan Monitor lizard: તમે ઘણી બધી ક્રિકેટ મેચો ક્યારેક સાપ દ્વારા તો ક્યારેક હાથીઓના ટોળા દ્વારા રોકાતી જોઈ અને સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય મોનિટર લિઝાર્ડના કારણે આવું થતું જોયું છે? કદાચ ના. અને, આ એટલા માટે પણ છે કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં આવું કદાચ પહેલીવાર બન્યું છે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે મોનિટર લિઝાર્ડના(Sri Lanka vs Afghanistan Monitor lizard) કારણે ક્રિકેટ મેચમાં વિક્ષેપની એક વિચિત્ર ઘટના બની હતી.

શું હતી ઘટના
થયું એવું કે શ્રીલંકાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ક્યાંકથી એક મોટી ગરોળી એટલે કે મોનિટર લિઝાર્ડ મેદાન પર આવી હતી. ત્યારબાદ એ મોનિટર લિઝાર્ડના કારણે મેચ ખોરવાઈ ગઈ. પ્રાણીઓ માટે શ્રીલંકામાં ક્રિકેટ મેચોને અસર કરવી એ નવી વાત નથી. પરંતુ, રસપ્રદ વાત એ છે કે મોનિટર લિઝાર્ડના કારણે આવું પહેલીવાર બન્યું છે.

મેચમાં ખલેલ સર્જી
જ્યારે મોનિટર લિઝાર્ડના કારણે મેચ બંધ કરવામાં આવી ત્યારે શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 48મી ઓવર ચાલી રહી હતી. તેણે 3 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા અને આ સાથે તેણે પ્રથમ દાવમાં અફઘાનિસ્તાન પર 17 રનની લીડ મેળવી લીધી હતી. અફઘાનિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 198 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસ 43 રન અને દિનેશ ચાંદીમલ 31 રન સાથે રમી રહ્યા હતા.

આવી છે કંઈક મેચની સ્થિતિ
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં તેણે શ્રીલંકા સામે ટેસ્ટ, વનડે અને ટી-20 સિરીઝ રમવાની છે. જો કે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે માત્ર એક જ ટેસ્ટ રમાશે. જેનો શુક્રવાર 2જી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આ મેચ શ્રીલંકાના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ અત્યાર સુધીમાં 400થી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામે 200થી વધુ રનની લીડ પણ મેળવી લીધી છે.