Surat crime news: સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાની દ્વારા બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. બાળકીના (Surat crime news) પ્રાઇવેટ પાર્ટ માંથી લોહી નીકળવાના કારણે પરિવારે બાળકીને લઇ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યું હતું. બાળકીએ જણાવ્યું કે તેના દાદાએ પણ આ કૃત્ય કર્યું હતું. આથી બાળકીના પિતાએ પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. યુવક, તેની પત્ની, એક પાંચ વર્ષની બાળકી અને મોટાભાઈ એક સાથે રહે છે. મોટાભાઈના પંદર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે, તેને એક દીકરી છે જે લગ્ન કરી ચુકી છે અને તેને પણ સંતાન છે.
થોડા દિવસ અગવ આ બાળકીની માતા વતન કામ માટે ગઈ હતી, જે ગત 16 સપ્ટેમ્બરના રોજ પાછી ફરી આવી હતી. બાળકીની માતાની ગેરહાજરી દરમિયાન લોહી નીકળી રહ્યું હોવાથી બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.
પરિવારે બાળકીની પરિસ્થિતિ સાંભળી તેને જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કામ કર્યું અને તેનાથી દુખાવો થાય છે. માતાએ આ સાંભળીને ચોંકી ગઈ હતી. બાળકીના પિતાએ મોટાભાઈને પૂછ્યું અને તેણે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો અને ઘરેથી ભાગી ગયો
આ કેસમાં બાળકીના પિતાએ તેના મોટાભાઈ સામે દીકરી પર બળાત્કારની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમ બનાવીને તેને શોધી કાઢવાની તજવીજ હાટ ધરવામાં આવી છે. પોલીસે પાછળથી જાણ મળી કે આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે અને ત્યાં જઈને તેને ઝડપી પાડ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App