સુરતના ઘોડદોડ રોડ પર આવેલા નામાંકિત શો રૂમમાં કર્મચારીનું ધ્યાન ભટકાવી મહિલાએ કર્યો હાથફેરો- જુઓ LIVE વિડીયો

સુરત(Surat): ચોરી (theft)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. આજકાલ લોકો ધોળા દિવસે ચોરી કરીને રફુચક્કર થઇ જાય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતના ઘોડદોડ રોડ(ઘોડદોડ રોડ ) પર આવેલા જવેલરીના શો રૂમમાં મહિલા મસ્ત રીતે હાથફેરો કરી ફરાર થઈ ગઈ હતી. શો રૂમની અંદર અજાણી મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. ત્યારે દુકાનના કર્મચારીઓની નજર ચૂકવી મહિલા સોનાની બંગડી લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. ઘટનાને પગલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

જ્વેલર્સ શો રૂમમાંથી કર્મચારીની હાજરીમાં ચોરી:
શાહ જયંતીલાલ સન્સ એન્ડ જવેલર્સ નામનો નામાંકિત શો રૂમ સુરતના ઘોડદોડ રોડ પર આવેલો છે. અંકિત નવરતનમલ જૈન નામના યુવક આ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ રોજ આખા દિવસનો હિસાબ કરતા હોય છે. ત્યારે આ દિવસે પણ દિવસનો હિસાબ કર્યો ત્યારે શો રૂમમાંથી સોનાની સાદી મશીન ડિઝાઇનવાળી બંગડી ગાયબ હતી. ત્યારે તેની શોધખોળ કરતાં શો રૂમમાંથી મળી આવી ન હતી, જેથી તેમણે દુકાનના સીસીટીવી કેમેરા તપસ્યા હતા.

ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલા ચોરી કરી ફરાર:
આ દરમિયાન એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી કર્મચારીઓની નજર ચૂકવી 14.260 ગ્રામની 75 હજારની કિમતની બંગડી ચોરી ફરાર ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલા શો રૂમમાંથી ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. શો રૂમમાં આ ચોરી કર્મચારીની હાજરીમાં થઈ ગઈ છતાં કોઈને ખબર પડી ન હતી. પરંતુ ઘટના CCTVમાં કેદ થઇ જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ચાલાકીથી મહિલાએ સોનાની બંગડીની ચોરી કરી:
CCTVમાં જોવા મળ્યું હતું કે એક મહિલા ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ એટલી ચાલાકીથી કર્મચારીને વાતમાં રાખી તે સોનાની બંગડીની ચોરી કરી લે છે. મહિલાએ દુકાનમાં કામ કરતા કર્મચારીઓને દાગીના બતાવવાનું કહ્યું હતું. મહિલાએ એક સાથે બંગડી જોવા લીધી હતી અને બાદમાં એમાંથી એક બંગડી કાઢી પોતાની પાસે રહેલી બેગમાં મૂકી દીધી હતી.

આ રીતે જવેલર્સની દુકાનમાં કામ કરતા કર્મચારીઓની નજર ચૂકવી 75 હજારની કિમતની બંગડીની ચોરી કરી ફરાર થઈ જતી નજરે પડી હતી. આ મામલે જવેલર્સના મેનેજર દ્વારા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેથી ફરિયાદના આધારે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *