Pigeon Charak: સુરત શહેરમાં ચોંકાવાનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા પંકજ દેસાઈ નામના વ્યક્તિને કબૂતર(Pigeon Charak)ને ચણ નાંખવું ભારે પડ્યુ છે. તેમને કબૂતરના ચરકથી ફેફસાંમાં ઇન્ફેક્સન થઇ જતા મોત નીપજ્યુ છે. પંકજ દેસાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે, પૂજાપાઠ કરીને રોજ ધાબા પર કબૂતરને ચણ નાંખતા હતા. જેના કારણે તેમને બે વર્ષ પહેલા હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામની બીમારી થઇ હતી. આ બીમારીમાં તેમને ફેફસાંમાં ઇન્ફેક્શન થતા 68 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યુ છે.
હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું
પૂજાપાઠ કર્યા બાદ રોજ ટેરેસ પર જઈને કબૂતરને દાણા નાંખતા આ વૃદ્ધને 2 વર્ષ પહેલાં હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું, જે કબૂતરની ચરકના કારણે થાય છે. સામાન્ય ખાંસી બાદ ધીમે ધીમે ઈન્ફેક્શન વધી જઈ ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું, જેમાં તેઓ વોશરૂમ સુધી પણ ચાલી શકતા ન હતા. આખરે પાંચેક દિવસ અગાઉ જ તેમનું મોત નિપજ્યું હતું. તબીબો કહે છે કે, જે લોકો કબૂતરના વધુ સંપર્કમાં રહેતા હોય, સતત ખાંસી જેવી તકલીફ રહેતી હોય તો સમયસર નિદાન કરવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય છે.
ડોક્ટરે શું કહ્યુ?
કબૂતરને ચણ નાંખવાની આપણને સામાન્ય લાગતી પ્રવૃત્તિના લીધે વૃદ્ધનું મોત નીપજતા ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે ચેસ્ટ ફિઝીશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ ડો. તરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, મૃતક વૃદ્ધને છેલ્લા બે વર્ષથી હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામની બીમારી હતી. બે વર્ષથી તેમની સ્થિતિ સ્ટેબલ હતી. છેલ્લા એક મહિનાથી તેમની તબિયત ખરાબ થવાને કારણે મોત થયું છે. આ બીમારી કબૂતરની ચરકના કારણે થવાની શક્યતાઓ વધારે હોય છે. આ બીમારીના ત્રણ સ્ટેજ હોય છે. જો પહેલા બે સ્ટેજમાં આનું નિદાન થાય તો બચી શકાય છે.
બીમારીથી કઇ રીતે બચી શકાય?
આ બીમારીથી બચવા માટે લોકોએ કબૂતરના સંપર્કમાં ન આવવું જોઇએ. કબૂતરની ચરક હોય ત્યાં જવું જોઇએ નહીં. ઘરની બાલ્કની કે બારીમાં નેટ લગાવી દેવી જોઇએ. કબૂતરને ચણ નાંખવાનું શક્ય હોય તો બંધ કરવું જોઇએ. જો આવું શક્ય ન હોય તો માસ્ક પહેરીને કબૂતરને ચણ નાંખવું જોઇએ.
આ રોગથી બચવા માટેના ઉપાયો
ભેજવાળી જગ્યાથી દૂર રહેવાનું, વરસાદ હોય તો બહાર નહીં નીકળવાનું અને લાંબા સમય સુધી ભીંજાવાનું નહીં. એવા ખોરાક કે જે શરદી-ખાંસી કરે તે ખાવા ન જોઈએ.હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ એ પ્રગતિશીલ રોગ છે તેથી દર્દીઓએ દરરોજ તેમના રોગનું નિરીક્ષણ કરવું જોઈએ. દર્દીએ દરરોજ થોડું ચાલવું જોઈએ. તેમણે ઊંડા શ્વાસ લેવાની પ્રૅક્ટિસ કરવી જોઈએ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જોઈએ, ડૉક્ટરને નિયમિત બતાવવું જોઈએ.દર્દીએ નિયમિત અંતરાલમાં ફેફસાંની દેખરેખ રાખવા માટે ફેફસાંનાં કાર્યનું પરીક્ષણ, છ મિનિટ સુધી ચાલવાનો ટેસ્ટ અને સીટી સ્કેન કરાવવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube