સુરતમાં પુત્ર જ બન્યો પિતાનો હત્યારો- મિત્રો પરિવારજનોની હાજરીમાં જ કરી દીધી હત્યા

સુરતના ડિંડોલી હળપતિવાસમાં ગતસાંજે લબરમુછીયો પોતાના પત્નીને મારતો હોય તેને મોટો ભાઈ અને પિતા સમજાવવા જતા તે મોટાભાઈ પાછળ ચપ્પુ લઈ દોડયો હતો. પિતાએ તેને અટકાવી ધક્કો મારતા લબરમૂછીયાએ ચપ્પુ મારતા પિતા મોતને ભેટ્યા હતા. પિતાની હત્યા કરી યુવાન ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડિંડોલી સી.આર.પાટીલ રોડ સાંઈ પોઇન્ટ પાસે નવા હળપતિવાસમાં રહેતા અને કડીયાકામ કરતા મનોજભાઈ રાઠોડના બે પુત્રો પૈકી નાના પુત્ર મહેન્દ્રએ ભીમરાડની યુવતી ચૈતાલી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને હાલ તેમને બે માસનો પુત્ર વૈભવ છે. મહેન્દ્ર બે દિવસ પહેલા બપોરે પત્ની-પુત્ર સાથે સાસરે ગયો હતો અને સાંજે 5 વાગ્યે પરત ફર્યો હતો.

કલાક બાદ કામ ઉપરથી પરત આવેલા મનોજભાઈ મોટા પુત્ર મહાદેવ સાથે ઘરની બહાર પત્નીની દુકાન ઉપર બેસેલા હતા ત્યારે સમય અરસામાં મહેન્દ્ર પત્ની સાથે પિયરમાં તે માતા સાથે બહાર ગઈ હતી તો મોડી કેમ આવી હતી. તે બાબતે ઝઘડો કરતો હોય મનોજભાઈ, પત્ની સોનાબેન અને મહાદેવ તેને સમજાવવા અંદર ગયા હતા. મહેન્દ્ર ચૈતાલીને માર મારતો હોય તમામે તેને અટકાવ્યો હતો.

આથી ઉશ્કેરાયેલા મહેન્દ્રએ કમરના ભાગેથી ચપ્પુ કાઢ્યું હતું અને તને હું મારીશ કહી મોટાભાઈ મહાદેવની પાછળ દોડયો હતો. આથી તેના પિતા અને પાડોશીઓ તેને પકડવા દોડયા હતા. થોડે દૂર મહેન્દ્રએ મહાદેવને પકડી લેતા ત્યાં પહોંચેલા પિતા મનોજભાઈ અને અન્યોએ છોડાવવા પ્રયાસ કર્યો હતો. તે સમયે મનોજભાઈએ મહેન્દ્રને પકડીને છોડ, આને કેમ મારે છે કહી તેને ધક્કો મારતા ઉશ્કેરાયેલા મહેન્દ્રએ પિતા મનોજભાઈને ડાબા હાથમાં બગલના ભાગે જોરથી ચપ્પુ માર્યું હતું અને ફરાર થઈ ગયો હતો.

ચપ્પુ વાગતા લોહીલુહાણ થઈ નીચે પટકાયેલા મનોજભાઈને મહાદેવ અને અન્યો સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી ડિંડોલી પોલીસે મહાદેવની ફરિયાદના આધારે મહેન્દ્ર વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *