પોલીસ ઊંઘતી રહી અને સુરતમાં તસ્કરો ATMમાંથી લાખો રૂપિયા લઈને થઇ ગયા રફુચક્કર

સુરત(Surat): ડાયમંડ સિટી સુરત(Diamond City Surat)માં દિવાળી(Diwali) પહેલા તસ્કરો ફરી સક્રિય થઈ ગયા છે. તસ્કરોએ ATMને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી(ATM robbery) કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે CCTV કેમેરા પર સ્પ્રે પણ મારી દીધો હતો. આ બનાવ બનતાની સાથે જ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગેસ કટરથી ATMને કાપીને લાખોની ચોરી કરી:
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ ATMને ગેસ કટરથી કાપીને 31 લાખની ચોરી કરી કેટલાક અજાણ્યા ઈસમો ભાગી જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર, તસ્કરોએ ગુરુવારના રોજ રાત્રે ATMના CCTV પર સ્પ્રે મારીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની જાણકારી મળી છે. SBI બેંકમાં જે રીતે ગેસ કટરથી ATM કાપી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે તેની પાછળ બહારની કોઈ તસ્કરી ગેંગ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસે CCTVની કોપી મંગાવી:
દિવાળી પહેલા જ ચોરો એ ATMને ટાર્ગેટ બનાવી રૂપિયા 31 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી ઘટના અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *