નરદેવબાપાની 66મી દીક્ષાતિથિ નિમિત્તે નેત્રંગ કોવિડ-19 કેર સેન્ટરમાં પાંચ ઓક્સિજન રેગ્યુલેટર કીટનું દાન

Published on: 7:35 pm, Sat, 15 May 21

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં તાંડવ મચાવ્યો છે. બીજી લહેર એટલી ઘટક સાબિત થઇ છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ નહોતા મળી રહ્યા તો કેટલાય દર્દીઓને ઓક્સીજન પણ નહોતો મળી રહ્યો. જેને લીધે કેટલાય પરિવારજનોને પોતાના સ્વજ્જનો ગુમાવવાનો વારો આવ્યો છે.

donation of five oxygen regulator kits to covid 19 care center trishulnews2 » Trishul News Gujarati Breaking News

ત્યારે કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને મુખ્યત્વે ઓક્સિજન લેવલ ઘટી જવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યારે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 10 ઓક્સિજન બેડ સાથે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જવાની મુશ્કેલી સર્જાતી હોય પરંતુ વધુ ઓક્સિજન રેગ્યુલેટરની સગવડ નહિ હોવાથી રીફર કરવામાં આવતા હતા. ત્યારે નેત્રંગ સીએચસીમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યએ નરદેવબાપાના 66માં દીક્ષા દિવસે નેત્રંગ કોવિડ-19 કેર સેન્ટરમાં સંપૂર્ણ ઓક્સિજનની 5 રેગ્યુલેટર કિટનું વિતરણ માતા પિતાના હસ્તે કરવામાં આવ્યુ હતું.

કોરોના મહામારીના કેટલાય પરિવારજનોને પોતાના સ્વજ્જનો ગુમાવવાનો વારો આવ્યો છે. દર્દીઓને હોસ્પીટલમાં બેડ ન મળવાને કારણે અને ઓક્સીજનના અભાવને કારણે કેટલાય દર્દીઓ તડપી તડપીને મરી રહ્યા છે. આચાર્ય નરદેવસાગરસુરીશ્વર મ.સા બાપાના 66માં દીક્ષાના આજના દિવસે તા.15-05-2021 નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના રોગી કલ્યાણ સમિતિના સભ્ય અતુલકુમાર બાલુભાઈ પટેલ દ્વારા તેમના માતા લીલાબેન ,પિતા બાલુભાઈ, પુત્રી વિશ્વા ,પુત્ર વ્રજ અને મનસુખ વસાવા નેત્રંગ તાલુકા બીજેપી પ્રમુખની આગેવાનીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી દવાખાનામાં ચાલતા કોવિડ-19 કેર સેન્ટરમાં 5 ઓક્સિજન રેગ્યુલેટર કીટ ડો.દામિની પાટીલ સીએચસી નેત્રંગ, ડો.અલ્પના નાયર ટીડીઓ નેત્રંગ અને પ્રિતશ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઈઝરને અર્પણ કરવામાં આવી હતી.

donation of five oxygen regulator kits to covid 19 care center trishulnews1 » Trishul News Gujarati Breaking News

જયારે હાલમાં કોરોનાની મહામારીએ ગામવાસીઓને પોતાના ભરડામાં લઇ લીધા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ ઓક્સીજન બેડની સગવડ ઉભી કરવામાં આવી છે. પરંતુ ૧૦ બેડ ઓક્સીજન વાળા ઓછા પડવાને કારણે અને ઓક્સિજનની અછત થવાને કરને સરકારી દવાખાનેથી અંકલેશ્વર ભરૂચ અથવા રાજપીપળા દર્દીઓને રીફર કરવામાં આવે છે. પરંતુ દર્દીઓ જોખમમાં મૂકાઈ છે જેને કારણે વધુ 5 દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળી રહે અને તેમનો જીવ જોખમમાં ના મુકાય તેવા શુભ કાર્ય સાથે 5 ઓક્સિજન રેગ્યુલેટર કીટ બાપાના દીક્ષા દિવસે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિતરણ કરી માનવ સેવા અને જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેથી લોકોને ઓક્સિજનની સુવિધા મળી રહે છે જેથી ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકો માટે આર્શીવાદ રૂપ સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.