સુરતમાં પતિ-બાળક સાથે પુનઃ મિલન કરાવવાની લાલચ આપી તાંત્રિકે પીડિતા પર આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

Surat Tantrik News: રાજ્ય સરકાર દ્વારા તાંત્રિક વિદ્યા અને અંધવિશ્વાસના વિરુદ્ધમાં વિધાન સભામાં બિલ લાવ્યાના બાદ બીજા જ દિવસે સુરતમાં તાંત્રિક વિદ્યા(Surat Tantrik News) દ્વારા તેના પતિ અને બાળક સાથે પુનઃ મેળાપ કરાવવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પતિથી દૂર રહેતી પત્નીને પતિ અને પૂત્ર સાથે મેળાપની લાલચ આપી તાંત્રિકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી તાંત્રિક બની બેઠેલા આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા રહેતી પરિણીત મહિલાને પતિ અને બાળક સાથે મેળાપ કરાવી લગ્ન જીવન સુખી કરવાની લાલચ આપી પીડિતાના નનદોભાઈ એ જ તેના મિત્ર સાથે મળી પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે સુરતના ડિંડોલી પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી હતી. જેમણે મૂળ મહારાષ્ટ્રની અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસના હાથે ઝડપાયેલા આ બે ગુનેગારોમાં એકનું નામ પ્રવીણ શંકર સૂર્યવંશી છે જ્યારે બીજાનું નામ મોહિત ચંદ્રકાંત પાટીલ હોવાનું જાણવા મળ્યું છે. 

આરોપી પ્રવીણ સૂર્યવંશી મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના પિંપળનેરનો રહેવાસી છે. જે પીડિત મહિલાનો સંબંધી હોવાનું સામે આવ્યું છે. તેણે 21 વર્ષની પીડિતાને ફોન કરીને કહ્યું હતું કે તે તાંત્રિક દ્વારા તેને તેના પતિ અને બાળકો સાથે ફરી મળાવશે. પીડિત મહિલાને તેના પતિ અને તેના બાળકો સાથે ફરી મળવાની લાલચ આપીને મહારાષ્ટ્રથી સુરત પહોંચેલા પીડિત મહિલાના નણદોઈ પ્રવીણ સૂર્યવંશી અને તેના સાગરિત મોહિતે મહિલા સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

એટલું જ નહીં આ વીડિયો મહિલાના પરિવારજનોને મોકલી આપ્યો હતો.આ પછી પીડિત મહિલાએ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નણદોઈ અને તેના પાર્ટનર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે કાર્યવાહી કરીને બંને બળાત્કારીઓની ધરપકડ કરી હતી.