રાજકારણ(Politics): આગામી સમયમાં ગુજરાત(Gujarat) રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલ(Kejariwal)ની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી(Election) પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટી ખુબ જ મજબૂત થઈ રહી છે ત્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓ આપનું ઝાડું પકડી રહ્યાં છે. ત્યારે સુરત આહીર સમાજના મંત્રી તેમના 200 સમર્થકો સાથે ભાજપનો કેસરીયો છોડીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગણાતા આહીર સમાજમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ગાબડું પાડવામાં આવ્યું છે.
સુરત શહેર આહીર સમાજના મંત્રી અને વર્ષોથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મથુરભાઈ બલદાણીયા સુરતથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સાથે જંગી કાફલા સાથે જોડાતા રાજકીય ભૂકંપ આવ્યો છે. મથુરભાઈ બલદાણીયા સામાજિક રીતે સર્વ સમાજ સાથે અને મધ્યમ અને ગરીબ લોકોને આરોગ્ય, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃત્તિ સાથે વર્ષોથી સુરતમાં સર્વ સમાજ સાથે જોડાઈને કામ કર્યું છે. તેઓએ આજ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સહમત થયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આપના પ્રદેશ અધ્યક્ષ એવા ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈશુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠીયા અને સુરત શહેરની આમ આદમી પાર્ટીની આખી ટિમની હાજરીમાં 200 થી 250 જેટલી કાર સાથે 1500 જેટલા સમર્થકો સાથે પાર્ટીમાં જોડાઈને રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. આહીર સમાજ સાથે બક્ષીપંચ સમાજ અને પટેલ સમાજના 200 જેટલા કાર્યકર્તાઓએ વિધિવત રીતે આમ આદમીનો ખેસ ધારણ કર્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મથુરભાઈ બલદાણીયાએ કહ્યું કે, ઈમાનદાર નેતા તરીકે ઈમાનદાર પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને સાચા અર્થમાં લોકોની સેવા કરવાનું મન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.